તાલિબાનના ફરમાન સામે હવે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ઇસ્લામના નામે સામાન્ય મહિલાઓ પર તાલિબાન અત્યાચાર કરે છે. તો આ અધિકારીઓની પત્નીઓને આટલી સ્વતંત્રતા કેમ આપવામાં આવી છે?
સામાન્ય લોકો માટે જ ફરમાન ?
તાલિબાન સરકારના આ ફરમાન બાદ સોશિયલ મીડિયા પર અધિકારીઓની પત્નીઓ વાયરલ થવા લાગી હતી. અને સવાલ ઉભા કરાયા હતા કે શું તાલિબાન સરકારનો આદેશ માત્ર સામાન્ય લોકો માટે જ છે.? અધિકારીઓની પત્નીઓને સરળતાથી વિદેશ જવાની પરવાનગી કેમ આપી રહ્યા છે ? સારા એડ્મ્સ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએના પૂર્વ એજન્ટ છે. સારાએ સોશિયલ મીડિયા પર તાલિબાનના અધિકારીઓની પત્નીઓની તસ્વીરો જાહેર કરી હતી.
Also Read
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂંકપે મચાવી તબાહી, ભારતે મદદ માટે હાથ લંબાવ્યો
Afghanistan Earthquake : વાંચો દુનિયાના સૌથી મોટા અને શક્તિશાળી 5 ભૂકંપ વિશે જેમાં લાખો લોકો મોતને ભટ્યા હતા
Afghanistan Earthquake Updates: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી જાનમાલને ભારે નુકસાન, 600 લોકોના મોત, 1000થી વધુ ઇજાગ્રસ્ત
સોશિયલ મીડિયા પર માહિતી જાહેર
સારાના કહેવા મુજબ ઇસ્લામાબાદમાં જે પાકિસ્તાનના રાજદૂત છે. તેમની પત્નીએ મેકઅપવાળી ફોટો પાસપોર્ટ પર લગાવી છે. અને આ આવા સમયે થયુ છે જ્યારે તાલિબાનમાં બ્યુટીપાર્લર ચલાવવા પર પ્રતિબંધ છે. સારાએ આ ઉપરાંત 8 અન્ય અધિકારીઓના પત્નીઓની માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. સારાએ પ્રશ્ન કર્યો છે કે, તાલિબાનના રાષ્ટ્રપતિ અખુંજદાએ પત્ર લાગૂ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, તમામ લોકો નિયમોનું સખ્તપણે પાલન કરે.
શિક્ષણ, અધિકારો અને સ્વતંત્રતા અંગે પ્રશ્નો
તાલિબાનમાં મહિલાઓના શિક્ષણ, અધિકારો અને સ્વતંત્રતા અંગે સતત પ્રશ્નો ઉભા થયા છે. તાલિબાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ પણ આ અંગે તાલિબાનના રડાર પર છે. તાજેતરમાં, તાલિબાન સરકારે કરઝાઈને દેશ છોડવાનો આદેશ મોકલ્યો હતો. તાલિબાન સરકાર કહે છે કે તેઓ ઇસ્લામિક નીતિઓ લાગુ કરી રહ્યા છે. આ હેઠળ, છોકરીઓ ધાર્મિક શિક્ષણ લઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિક શિક્ષણ નહીં. મહિલાઓ તાલિબાનમાં કામ કરી શકતી નથી અને એકલી ક્યાંય જઈ શકતી નથી. 2021માં, તાલિબાને અફઘાનિસ્તાનની સરકારને હટાવીને સમગ્ર દેશ પર કબજો કર્યો હતો.










