અફઘાનિસ્તાનમાં રવિવાર રાત્રિના સમયે ફરી એક વાર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની સીમાની પાસે દક્ષિણી પૂર્વી અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી છે. કેટલીક એજન્સીઓએ ભૂકંપની તીવ્રતા 6.3 બતાવી. અત્યાર સુધી 800 લોકોનો મોત નીપજ્યા છે. જ્યારે 1300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વચ્ચે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનની મદદ આપવાનો વાયદો કર્યો અને મૃતકોના પરિજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરી.


મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાન સાથે

આ મુશ્કેલ સમયમાં ભારત તરફથી અફઘાનિસ્તાનને શક્ય તમામ સહાયની ખાતરી આપી. વિદેશ મંત્રીએ 'X' પરની પોસ્ટમાં કહ્યું, અફઘાનિસ્તાનના કુનાર ક્ષેત્રમાં આવેલા વિનાશકારી ભૂકંપે ઉંડી ચિંતાનો વિષય છે. અમે અફઘાન લોકો પ્રતિ પોતાનુ સમર્થન અને એકતા વ્યક્ત કરીએ છીએ, કારણ કે તેઓ આ સંકટ સામે લડી રહ્યા છે. ભારત આ મુશ્કેલ ઘડીમાં સહાયતા પ્રદાન કરશે. પીડિત પરિવારો પ્રતિ અમારી સંવેદનાઓ, ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા!

વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને, અફઘાનિસ્તાનમાં ભૂકંપને કારણે થયેલા જાન-માલની હાનિથી મને ઉંડુ દુઃખ પહોંચ્યુ છે. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. ભારત અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી માનવતાવાદી સહાય અને રાહત પૂરી પાડવા માટે તૈયાર છે.

  • Follow us on: