ચીનના તિયાનજીનમાં શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલન દરમિયાન દુનિયાને નવો વર્લ્ડ ઓર્ડર દેખવા મળ્યો, જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ ગર્મજોશીને મળ્યા. ભારત અમેરિકાની સર્વોપરિતાને પડકારશે. રશિયા અને ચીન એક સાથે આવી રહ્યા છે. આ ત્રણ દેશ એક બીજા સાથે મળીને પોતાની દોસ્તી અને પરસ્પર સહયોગને મજબૂત કરી રહ્યા છે. આ પગલાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અને યુએસ પ્રભાવનો અંત આવી શકે છે.


બ્રિક્સ અને એસસીઓની વધતી તાકાત

દુનિયામાં ડોલરના પ્રભુત્વને પડકાર આપવા માટે એક નવું નાણાકીય માળખું બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભારત, રશિયા અને ચીનની આ દોસ્તી દુનિયામાં એક નવુ પાવર સેન્ટર બનાવી શકે છે. જે અમેરિકા અને તેના સાથી દેશોથી અલગ હશે. આ બધું દુનિયામાં શક્તિ સંતુલન બદલવાનું કામ કરી રહ્યું છે. આ ત્રણેય દેશો માત્ર SCO જ નહીં પરંતુ BRICS ને પણ મજબૂત બનાવીને અમેરિકન વર્ચસ્વને પડકારી શકે છે.

બંને દેશો મળીને BRICS અને SCOને બનાવશે વધુ મજબૂત

BRICS (બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) અને SCO (શાંઘાઇ સહયોગ સંગઠન) બંને સંગઠન સમયની સાથે તાકાતવર થઇ રહ્યા છે. બંને સંગઠનોનો હેતુ અમેરિકાના વર્ચસ્વને પડકાર આપવાનો છે. અમેરિકાની ટેરિફ નીતિયોએ આ દેશોને વધુ નજીક લાવીને ઉભો કરી દીધો છે. હાલના વર્ષોમાં બ્રિક્સ એક મોટું આર્થિક સંગઠન બનીને ઉભરી રહ્યુ છે. જેની અર્થવ્યવસ્થા 20 ટ્રિલિયન ડોલરથી પણ વધારે છે. રશિયા અને ચીન મળીને તેને વધુ મજબૂત બનાવવામાં લાગ્યા છે.

બ્રિક્સ દેશો હવે વૈશ્વિક અર્થતંત્રના એક ચતુર્થાંશથી વધુ ભાગ અને વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.ગયા વર્ષે બ્રિક્સ દેશોનો સંયુક્ત જીડીપી વૃદ્ધિદર ચાર ટકા હતો, જ્યારે સરેરાશ વૈશ્વિક જીડીપી વૃદ્ધિદર ત્રણ ટકાની નજીક હતો. બ્રિક્સ દેશો વૈશ્વિક અર્થતંત્રમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવે છે, જે આ વર્ષે એક ટકા વધવાનો અંદાજ છે.

ડોલરને પડકાર, નવી દુનિયાનો પ્લાન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વર્લ્ડ બેન્કમાં સુધારની વાત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેટલાક દેશો 'નવ સંસ્થાનવાદ'ના હથિયાર તરીકે પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો ઇશારો સ્પષ્ટપણે અમેરિકા તરફ હતો. રશિયા અને ચીન એક બીજા સાથે રૂબલ અને યુઆનમાં વેપાર વધારી રહ્યા છે. બંને મોટી અર્થવ્યવસ્થાઓ વિશ્વને એક નવો નાણાકીય વિકલ્પ આપવા માંગે છે. જો આ દેશો એક સામાન્ય ચલણ બનાવે છે, તો તે ડોલરના વર્ચસ્વ માટે એક મોટો પડકાર સાબિત થશે.


  • Follow us on: