32 વર્ષમાં પહેલી વાર અમેરિકાને હવે રશિયાથી ઈંડા આયાત કરવાની ફરજ પડી છે. છેલ્લે વર્ષ 1992માં અમેરિકાએ રશિયાથી ઈંડા આયાત કર્યા હતા ત્યારે હવે વર્ષો બાદ અમેરિકાએ 4,55,000 ડોલર ખર્ચીને રશિયા પાસેથી પાસેથી ઈંડા આયાત કર્યા છે.
4,55,000 ડોલર ખર્ચીને ઈંડા આયાત કર્યા
જગત જમાદાર અંકલ સેમની પોતાનો ઝંડો ઊંચી રાખવાની વ્યુહ રચના ખરા અર્થમાં પડી ભાંગી છે. જે અમેરિકા રશિયાને નજરમાં રાખવાના તમામ પ્રયત્ન કરી રહ્યું હતું એજ અમેરિકા હવે રશિયા પાસેથી ઈંડા ખરીદવા માટે મજબૂર થઈ પડ્યું છે. આ માહિતી રશિયાની રાજ્ય સમાચાર એજન્સી RIA નોવોસ્ટી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, જુલાઈ 2025માં અમેરિકાએ રશિયા પાસેથી તાજા ઈંડા ખરીદ્યા હતા, જે 1992 પછી એટલે કે 32 વર્ષ પછી પહેલી વાર બન્યું હતું.
અમેરિકાને ઈંડા કેમ ખરીદવા પડ્યા?
હવે અહિયાં સવાલ એ પણ થાય કે અમેરિકન સરકારને રશિયા પાસેથી કઈ નહીં ને તાજા ઈંડા ખરીદવાની ફરજ કેમ પડી? તો મળતી માહિતી મુજબ અમેરિકન સરકારના આ પગલાં પાછળનું મુખ્ય કારણ અમેરિકામાં ઈંડાની અછત અને ભાવમાં વધારો માનવામાં આવે છે. ચાલુ વર્ષ 2025ની શરૂઆતમાં, અમેરિકામાં એવિયન ફ્લૂ નામનો રોગ ફેલાયો હતો અને આ રોગે અમેરિકાના ચિકન અને ઈંડાના સ્ટોકને ખરાબ રીતે અસર કરી જે કારણે, ઈંડાના ભાવમાં ઝડપથી વધારો થયો.
ઈંડાના પુરવઠાને સ્થિર કરવા માટે લેવાયો નિર્ણય
અમેરિકામાં એવિયન ફ્લૂના કારણે જુલાઈમાં ઈંડાના ભાવ 16.4 ટકા સુધી વધી ગયા હતા. ઈંડાના ભાવમાં સતત ભાવ વધારો થતાં આ કટોકટીની સમસ્યાને પહોંચી વળવા માટે યુએસ સરકારે ઈંડાના પુરવઠાને સ્થિર કરવા માટે આ નવા સ્ત્રોતોમાંથી ઈંડા આયાત કરવાનો નિર્ણય લીધો હતો. મળતી માહિતી મુજબ ઘણા સ્ટોર્સે ઈંડાની ખરીદી પર મર્યાદા લાદી હતી, જ્યારે ફેબ્રુઆરી સુધીમાં એક ડઝન ઈંડાની કિંમત $7 સુધી પહોંચી ગઈ હતી.