બાંગ્લાદેશના ચૂંટણી આયોગે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી આયોગના નિર્ણયે બાંગ્લાદેશની હાંકી કાઢવામાં આવેલા વડા પ્રધાન શેખ હસીનાની ચૂંટણી લડવાની આશાઓ ઠગારી નીવડી છે. ચૂંટણી પંચે શેખ હસીનાનું રાષ્ટ્રીય ઓળખપત્ર બ્લોક કરી દીધું છે.જેના કારણે હવે તે આગલા વર્ષે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણી દરમિયાન મત નહીં આપી શકે.


વોટર આઇડી લોક થવાથી શું થશે?

ચૂંટણી પંચ દ્વારા પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહેવામાં આવ્યુ કે, જે કોઇનુ પણ રાષ્ટ્રીય ઓળખપત્ર લોક થઇ જાય છે, તે વિદેશથી પણ મતદાન નથી કરી શકતો. તેમણે કહ્યુ કે, શેખ હસીનાનુ આઇડી લોક છે. જો કે તેમણે બીજા કોઇનુ નામ ન આપ્યુ. પરંતુ ત્યાંની પ્રતિષ્ઠિત સમાચાર પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હસીનાની નાની બહેન શેખ રેહાના, દીકરા સાજીદ જોય અને દીકરી સાઇમા વાઝેદ પુતુલનુ પણ એનઆઇડી પણ લોક કે બ્લોક કરી દીધુ છે. જોકે હજુ સુધી આ સ્પષ્ટ નથી કે આ પગલાં બાદ શેખ હસીના ચૂંટણી લડી શકશે કે નહીં?

આ લોકોને પણ મતદાનથી રોકવામાં આવ્યા

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે દીકરી તુલીપ રિઝવાના સિદ્દીક, અજમીના સિદ્દીક, ભત્રીજો રદવાન મુજીબ સિદ્દીક બોબી અને તેમના સંબંધી અને હસીનાના પૂર્વ સુરક્ષા સલાહકાર સેવા નિવૃત્ત મેજર જનરલ તારીક એહમદ સિદ્દીક તેમની પત્ની શાહીન સિદ્દીક અને દીકરી બુશરા સિદ્દીકને પણ મતદાનથી રોકી દેવામાં આવ્યા છે. અહેમદે કહ્યુ કે જે લોકો કાયદાથી બચવા માટે અથવા તો અન્ય કારણોથી વિદેશ જતા રહ્યા છે, તે ત્યાં સુધી જ મતદાન કરી શકે છે જ્યાં સુધી એનઆઇડી કાર્ડ સર્કિય બનેલુ હોય, બ્લોક કે લોક બાદ તે કઇજ નથી કરી શકતા.


  • Follow us on: