યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટના રોજ દ્વિપક્ષીય વેપાર કરારોને અંતિમ સ્વરૂપ આપવાની સમયમર્યાદા પહેલા, 70 દેશોથી આયાત પર 41% સુધીના નવા ટેરિફ દરોની જાહેરાત કરી હતી. ટ્રમ્પના નવા 'ટેરિફ બોમ્બ' અંગે બાંગ્લાદેશ હવે ભારત પર કટાક્ષ કરી રહ્યુ છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના કાર્યાલયે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકા સાથેના વેપાર કરારમાં વિલંબ કર્યો, જેનાથી ઢાકાને ફાયદો થયો.


રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ તરફ નિર્દેશ

ખલીલુર રહેમાને જણાવ્યુ હતુ કે, આ કરારો ટેરિફ ગોઠવણોથી આગળ વધે છે અને તેમાં સ્થાનિક નીતિ સુધારાઓનો પણ સમાવેશ થાય છે. જેને ટ્રમ્પ વહીવટીતંત્ર વેપાર અસંતુલનમાં ફાળો આપનાર માને છે. આ કરારો વ્યાપક આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ તરફ પણ નિર્દેશ કરે છે. વાટાઘાટોના ભાગ રૂપે, દેશોએ વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરવા માટે અમેરિકાના સામાન ખરીદવા માટે સ્પષ્ટ પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરવી પડી હતી. ખલીલુર રહેમાને વધુમાં જણાવ્યુ હતુ કે, બાંગ્લાદેશને 20% ટેરિફ દર મળ્યો . જે શ્રીલંકા, વિયેતનામ, પાકિસ્તાન અને ઇન્ડોનેશિયા જેવા તેના મુખ્ય ગાર્મેન્ટ ક્ષેત્રના સ્પર્ધકો કરતા ઘણો ઓછો છે. જેમણે 19% થી 20% ની વચ્ચે ટેરિફ દર મેળવ્યા હતા. પરિણામે, બાંગ્લાદેશની ગાર્મેન્ટ નિકાસ પર ઓછી અસર પડી છે.

વૈશ્વિક સ્પર્ધા જાળવી

ડૉ. રહેમાને વધુમાં કહ્યુ હતુ કે, આજે, અમે સંભવિત 35% પારસ્પરિક ટેરિફને સફળતાપૂર્વક ટાળી દીધા છે. આ અમારા ગાર્મેન્ટ ક્ષેત્ર અને તેના પર નિર્ભર લાખો લોકો માટે સારા સમાચાર છે. અમે અમારી વૈશ્વિક સ્પર્ધાત્મકતા પણ જાળવી રાખી છે અને વિશ્વના સૌથી મોટા ગ્રાહક બજારને ઍક્સેસ કરવા માટે નવી તકો ખોલી છે. તેનાથી વિપરીત, ભારતને અમેરિકા સાથે વ્યાપક કરાર કરવામાં અસમર્થતાને કારણે 25% ટેરિફ દર મળ્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને મુખ્ય વાટાઘાટકાર ડૉ. ખલીલુર રહેમાને કહ્યું હતુ કે, અમે કાળજીપૂર્વક વાટાઘાટો કરી હતી જેથી ખાતરી કરી શકાય કે અમારી પ્રતિબદ્ધતાઓ અમારા રાષ્ટ્રીય હિતો અને ક્ષમતાઓ સાથે સુસંગત છે.

  • Follow us on: