અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત યુક્રેનને લઇને ચોંકાવનારૂ નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે મજાકિયા અંદાજમાં કહ્યુ કે, જો તે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજોતો કરાવવામાં સફળ થાય છે તો, કદાચ તેમની સ્વર્ગ જવાની સંભાવના વધી જશે. મંગળવારે અમેરિકી ટીવી ચેનલ સાથે વાત ચીત દરમિયાન કહ્યુ કે, હું કોશિશ કરી રહ્યો છુ કે સ્વર્ગ જઇ શકુ. મેં સાંભળ્યું છે કે મારી હાલત સારી નથી, હું સૌથી નીચી કક્ષાએ છું. પણ જો હું આ કામ કરી શકીશ તો કદાચ તે કારણ બનશે કે મને પણ સ્વર્ગનો રસ્તો મળશે.
નોબેલ શાંતિ પુરસ્કારની ઇચ્છા
ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે તે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છે છે અને તેના માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળવું જોઇએ. તેમનું માનવું થે કે શાંતિ સમજોતાની પહેલ ન માત્ર દુનિયા માટે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ તેની રાજનૈતિક અને વ્યક્તિગત જીવનમાં પણ એક ઐતિહાસિક પગલું સાબિત થશે.
ટ્રમ્પ અને ધર્મ પ્રત્યેનો તેમનો ઝુકાવ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું જીવન વિવાદોથી ભરેલું રહ્યુ છે. તેમણે ત્રણ વખત લગ્ન કર્યા, બે વાર મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે અને તાજેતરમાં જ એક ફોજદારી કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમને ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. આ કેસ એક પુખ્ત સ્ટારને ચૂપ રહેવા બદલ ચૂકવવામાં આવેલા પૈસા સાથે સંબંધિત હતો. છતાં,ગયા વર્ષે હત્યાના પ્રયાસમાં બચી ગયા પછી ટ્રમ્પનું ધાર્મિક વલણ વધુ ઊંડો થયો છે. જાન્યુઆરીમાં તેમના શપથ ગ્રહણ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, ભગવાન મને બચાવે છે જેથી હું અમેરિકાને ફરીથી મહાન બનાવી શકું.