70 વર્ષની ઉંમર પાર કર્યા બાદ વૃદ્ધોમાં શારીરિક બદલાવ જોવા મળે છે. તેઓ કોઇને કોઇ બિમારીથી પીડાતા રહે છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ બિમારીના ઘેરામાં આવ્યા છે. તેઓને નસોની બિમારી છે. આ બિમારીનું નામ છે ક્રોનિક વેનસ ઇન્સફિશિએન્સી એટલે કે CVI. આ બિમારીથી ટ્રમ્પ પીડાઇ રહ્યા છે. CVIમાં પગની નસો ફુલી જાય છે. અને ચાલવામાં તકલીફ પડે છે. પરંતુ જો લાઇફસ્ટાઇલ બદલવામાં આવે તો બિમારીને નિયંત્રણમાં રાખી શકાય છે.


CVIના જાણો લક્ષણો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ક્રોનિક વેનસ ઇન્સફિશિએન્સીથી પીડતાનું જાહેર થયા બાદ તેમના સમર્થકોમાં ચિંતાની લહેર જોઇ શકાય છે. મેડિકલ પરિક્ષણ દરમિયાન તેમની આ બિમારી વિશે જાણી શકાયુ છે. વ્હાઇટ હાઉસે જણાવ્યુ હતુ કે, 79 વર્ષીય ટ્રમ્પના પગમાં સોજા આવ્યા છે. અને ઇજાના કારણે તેમનું ચેકઅપ કરવામાં આવ્યુ છે. આ ચેકઅપ દરમિયાન ક્રોનિક વેનસ ઇન્સફિશિએન્સી વિશે માલૂમ પડ્યુ છે. ક્રોનિક વેનસ ઇન્સફિશિએન્સી એક એવી અવસ્થા છે જેમાં પગની નસો હ્રદય સુધી રક્ત પહોંચાડવામાં અસફળ રહે છે. નસોમાં હાજર વાલ્વ ડેમેજ થાય અથવા કમજોર થઇ જાય તો પગમાં લોહી એકત્ર થવા લાગે છે. જેના કારણે પગમાં સોજા આવે છે. અને અલ્સર થવા લાગે છે. CVI કોઇ ઘાતક બિમારી નથી.

રોજિંદી આદતમાં ફેરફાર

આ બિમારીની શરૂઆતમાં પગમાં સોજા, થાક, ત્વચામાં ખંજવાળ આવે છે. પગમાં ઇજા, ચામડીનો રંગ બદલાવવો એ પણ આ બિમારીના લક્ષણ છે. સમયની સાથે જો આની સારવાર કરવામાં ન આવે તો તે ઘાતક બની શકે છે. CVIથી બચવા માટે રોજ ચાલવું, પગ ઉંચા કરીને કસરત કરવી, વજન પર નિયંત્રણ જાળવવું વગેરેથી બિમારી પર કંટ્રોલ કરી શકાય છે. CVI સંપૂર્ણ રીતે સારુ તો ન થઇ શકે પણ રોજિંદી આદતમાં બદલાવ લાવવાથી તેમાં રાહત જરુર મળી શકે છે. 



Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. 

  • Follow us on: