ચીન દ્વારા રેર અર્થ મેગ્નેટના નિકાસ પર નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ ભારતે આ મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય સુનિશ્ચિત કરવા માટે નવા વિકલ્પોની શોધ તેજ કરી છે. આ દિશામાં ભારત હાલમાં રશિયાની તેલ કંપની રોસનેફ્ટ સાથે સાઈબેરિયામાં આવેલા રેર અર્થ ભંડારોના અભ્યાસ અને સંભવિત સહકાર અંગે ચર્ચા કરી રહ્યું છે.


વિશ્વમાં રેર અર્થ એલિમેન્ટ્સનો સૌથી મોટો સપ્લાયર ચીન

રેર અર્થ એલિમેન્ટ્સનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદન માટે થાય છે, જે ઈલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ડિફેન્સ સાધનો અને અન્ય આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતો માટે મોટાભાગે આયાત પર નિર્ભર છે, કારણ કે દેશમાં રેર અર્થ ખનિજોના શુદ્ધિકરણ અને પ્રોસેસિંગ માટે પૂરતી વ્યાવસાયિક ક્ષમતા ઉપલબ્ધ નથી.

વિશ્વમાં રેર અર્થ એલિમેન્ટ્સનો સૌથી મોટો સપ્લાયર ચીન છે. ચીન દ્વારા નિકાસ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ ભારત સહિત અનેક દેશોને સપ્લાય ચેઈનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ભારતે વૈકલ્પિક સ્ત્રોતોની શોધ શરૂ કરી છે.

ડિસેમ્બરમાં રશિયા સાથે આ મામલે સહયોગ વધારવા પર સહમિત બની હતી 

ભારત અને રશિયા વચ્ચે ડિસેમ્બરમાં યોજાયેલા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન રેર અર્થ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. રશિયા પાસે વિશ્વના સૌથી મોટા રેર અર્થ ભંડારોમાંથી કેટલાક છે, જે મુખ્યત્વે સાઈબેરિયા અને મર્માન્સ્ક વિસ્તારમાં આવેલા છે. રોસનેફ્ટે ગયા વર્ષે સાઈબેરિયાના ટોમટોર વિસ્તારમાં સ્થિત મહત્વપૂર્ણ રેર અર્થ ભંડારનું અધિગ્રહણ કર્યું હતું. આ ઉપરાંત રશિયાની ગિરેડિમેટ અને ભારતની નેક્સોન જિયોકેમ વચ્ચે રેર અર્થ પ્રોસેસિંગ ટેકનોલોજીના સંશોધન અને વિકાસ માટે કરાર કરવામાં આવ્યો છે. આ સહયોગ ભારતને ભવિષ્યમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં અને રેર અર્થ સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો : Bangladeshના ઢાકામાં ભડકો, ‘જય શ્રી રામ’ના નારા સાથે રસ્તા પર ઉતર્યા હજારો હિન્દુઓ, જાણો સમગ્ર વિવાદ


  • Follow us on: