અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસ પર ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના જાતિગત ભેદભાવનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, અને મૃતકના પરિવારે ન્યાય માટે અપીલ કરી છે. મૃતકના પિતાએ પોતે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના પુત્ર સામે જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો છે.


ભારતીય એન્જિનિયરની કરાઇ હત્યા

અમેરિકાના ટેક્સાસમાં ભારતીય યુવકનું માથુ કાપીને હત્યા કરવાનો વિવાદ ઉકેલાયો જ નથી ત્યાં બીજી એક એવી ઘટના સામે આવી જ્યાં ભારતીય યુવકની હત્યા કરવામાં આવી. 30 વર્ષીય ભારતીય એન્જિનિયરની કેલિફોર્નિયામાં સાંતા ક્લારામાં હત્યા કરવામાં આવી. તેને 3 સપ્ટેમ્બરના રોજ પોલીસે ગોળી મારી હતી. પોલીસનુ કહેવુ છે કે મોહમ્મદ નિઝામુદ્દીને પોતાના રૂમમેટ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. પોલીસ તેને પીછો કરતા તેનો રોકવા માટે ગોળી મારી હતી. જેના કારણે તેનુ મૃત્યુ થઇ ગયુ.

દીકરાનો મૃતદેહ ભારત લાવવાની માગ

તો તેલંગાણાના મહેબૂબનગર જિલ્લા નિવાસી મોહમ્મદના પિતા મોહમ્મદ હસનુદ્દીને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને જવાબ માગ્યો છે અને તેમને ન્યાય મળે તેની ગુહાર લગાવી છે. તેમણે વિદેશ મંત્રી પાસે પોતાના દીકરાના મૃતદેહને ભારત લાવવાની અપીલ કરી છે. તેમણે લેટરમાં લખ્યુ છે કે તેમનો દીકરો અમેરિકા માસ્ટર્સ માટે ગયો હતો અને કેલિફોર્નિયામાં સાંતા કલારામાં રહેતો હતો, પરંતુ તેના મિત્ર પાસેથી તેની હત્યા થઇ તેની માહિતી મળી છે. આ ઝઘડો વંશીય ભેદભાવને કારણે હોઈ શકે છે, જેના વિશે તેણે તેના પરિવારને કહ્યું પણ હતું.


  • Follow us on: