કરારની જાહેરાતના એક દિવસ પહેલા તેહરાનમાં વિરોધ સાથે હિંસા ફાટી નીકળી હતી.
રાષ્ટ્રીય સાર્વભૌમત્વને નબળું કરવાનું કાવતરુઃ સ્થાનિકો
આ કરારની જાહેરાત અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરવામાં આવી છે. પરંતુ ઈરાનમાં દરેક વ્યક્તિ તેનાથી ખુશ નથી. આ કરારની જાહેરાતના એક દિવસ પહેલા જ તેહરાનમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. જ્યાં વિરોધીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કરારને દેશ માટે હાનિકારક ગણાવ્યો હતો. ઈરાનમાં વિવાદ અમેરિકા સાથેના આ સોદાની કિંમતને લઈને છે.
Also Read
સ્થાનિકોનો શું છે આરોપો ?
આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ "જેભે-એ પેયદારી" અથવા એન્ડ્યુરન્સ ફ્રન્ટ નામના કટ્ટરપંથી જૂથ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જૂથ પોતાને 1979ની ઇસ્લામિક ક્રાંતિની વિચારધારાનો સાચો રક્ષક માને છે. તેના નેતાઓનો આરોપ છે કે સરકાર યુએસ દબાણ સામે ઝૂકી રહી છે અને એક એવો કરાર કરી રહી છે જે ઈરાનની સ્વતંત્રતાને નબળી પાડી શકે છે. કટ્ટરપંથી નેતાઓનો દાવો છે કે આ કરાર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કડક દેખરેખ અને પ્રતિબંધો લાવી શકે છે.
વિરોધ પ્રદર્શનો થયા તેજ
તેહરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં લોકોએ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને નેતૃત્ત્વ કરનાર મોહમ્મદ બાઘેર કાલિબાફના રાજીનામાની માંગણી કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું કે સરકાર દેશના હિત કરતાં અમેરિકાને ખુશ કરવામાં વધુ ચિંતિત છે. કેટલાક લોકોએ સંઘર્ષ દરમિયાન મૃત્યુ પામેલા નેતાઓને પણ યાદ કર્યા અને પ્રશ્ન કર્યો કે, શું આ તેમના બલિદાનનું પરિણામ છે.? ઈરાની સરકાર અને તેના સમર્થકો વિરોધ પ્રદર્શનોને મર્યાદિત ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ પ્રિન્સ યાદવના મોતની કહાની, મિત્રોની જુબાની, જાણો શું થયો ખુલાસો?













