વિશ્વના ઇતિહાસમાં અનેક રાષ્ટ્રપતિઓ અને સર્વોચ્ચ નેતાઓએ પોતાના દેશની રક્ષા કાજે અથવા સત્તા ટકાવી રાખવા માટે યુદ્ધના મેદાનમાં જ અંતિમ શ્વાસ લીધા છે. તાજેતરમાં 2026 માં ઇરાનના સર્વોચ્ચ નેતાના અવસાન બાદ આ ચર્ચા ફરી જાગી છે. ચાલો જાણીએ એવા નેતાઓ વિશે જેઓ યુદ્ધ જેવી સ્થિતિમાં વીરગતિ પામ્યા.


1. આયાતુલ્લાહ અલી ખામેનેઇ (ઇરાન, 2026):

વર્ષ 2026 માં ઇરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા ભયાનક યુદ્ધમાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ જીવ ગુમાવ્યો. તેહરાન સ્થિત તેમના ગૃહ કાર્યાલય પર થયેલા સીધા હુમલામાં તેમનું મોત નીપજ્યું હતું, જેણે મધ્ય પૂર્વના રાજકારણને હચમચાવી દીધું છે.

2. ઇદ્રિસ ડેબી (ચાડ, 2021 ):

આધુનિક સમયની આ સૌથી હિંમતભરી ઘટના ગણાય છે. રાષ્ટ્રપતિ ઇદ્રિસ ડેબી કોઈ સુરક્ષિત બંકરમાં બેસવાને બદલે બળવાખોરો સામે લડવા માટે ફ્રન્ટલાઇન પર પોતાની સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. યુદ્ધના મેદાનમાં જ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને શહીદ થયા.

3. સાલ્વાડોર એલેન્ડે (ચિલી, 1973):

ચિલીમાં થયેલા લશ્કરી બળવા દરમિયાન રાષ્ટ્રપતિ ભવન પર જ્યારે સેનાએ બોમ્બમારો કર્યો, ત્યારે રાષ્ટ્રપતિ એલેન્ડે આત્મસમર્પણ કરવાને બદલે હથિયાર ઉઠાવીને લડ્યા હતા. આ યુદ્ધ જેવી સ્થિતિમાં જ તેમણે પોતાનું બલિદાન આપ્યું હતું.

4. ફ્રાન્સિસ્કો સોલાનો લોપેઝ (પેરાગ્વે, 1870):

દક્ષિણ અમેરિકાના ઇતિહાસમાં 'ટ્રિપલ એલાયન્સ' ના યુદ્ધ વખતે લોપેઝ બ્રાઝિલની સેના સામે સીધી લડાઈ લડતા માર્યા ગયા હતા. તેઓ મેદાન-એ-જંગમાં જીવ ગુમાવનારા દક્ષિણ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હતા.

5. જોસ માર્ટી (ક્યુબા, 1895) અને અગસ્ટિન ગામારા (પેરુ, 1841):

ક્યુબાના ક્રાંતિકારી નેતા જોસ માર્ટી સ્પેનિશ શાસન વિરુદ્ધ આઝાદીના જંગમાં લડતા શહીદ થયા હતા. તેવી જ રીતે, પેરુના રાષ્ટ્રપતિ અગસ્ટિન ગામારા બોલિવિયા સામેના 'બેટલ ઓફ ઇંગાવી' માં લડતી વખતે મેદાનમાં જ માર્યા ગયા હતા.

6. કોન્સ્ટેન્ટાઇન XI (બાયઝેન્ટાઇન સામ્રાજ્ય, 1453):

ઇતિહાસના સૌથી પ્રચંડ યુદ્ધોમાંનું એક એટલે કોન્સ્ટેન્ટિનોપલનું પતન. છેલ્લા રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન XI દુશ્મન સેના સામેની આખરી લડાઈમાં લડતા લડતા શહીદ થયા હતા, જે બાદ એક મહાન સામ્રાજ્યનો અંત આવ્યો હતો.

આ પણ વાંચોઃ Iran Israel War : યુદ્ધમાં હવે ઇરાકની એન્ટ્રી, અમેરિકી બેઝ પર કર્યો એટેક, ખોમેનઇના મોતના પડઘાં ભારતમાં પણ!


  • Follow us on: