મોજતબા હુસૈન ખામેનેનીને ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરાતા અનેક પ્રશ્નોએ જન્મ લીધો છે.

મોટા પુત્રના સ્થાને નાના પુત્રને સત્તા

અલી ખામેનેનીની હત્યાના દસ દિવસ પછી ઈરાને તેના નવા સર્વોચ્ચ નેતાની પસંદગી કરી છે. ખામેનેનીના બીજા ક્રમના નેતા મોજતબાને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઈરાનમાં પહેલીવાર, સર્વોચ્ચ નેતાનું પદ વારસા દ્વારા ટ્રાન્સફર કરાયુ છે. ઈરાની સંસદના સ્પીકરે જણાવ્યું છે કે, ખામેનેનીને સર્વોચ્ચ નેતાનું પદ સંભાળવાનું ચાલુ રાખશે. તેમની યાદશક્તિને ઝાંખી પડવા દેવામાં આવશે નહીં.

રાજકીય વિવાદ યથાવત્

ખામેનેનીના પરિવારના સૌથી મોટા મુસ્તફાનું નામ ચર્ચામાં પણ આવ્યુ નથી. મોજતબાની જેમ, મુસ્તફા પણ ઈરાની રાજકારણમાં સક્રિય છે. ઇસ્લામિક દેશોમાં, શાસકનો ઉત્તરાધિકારી સામાન્ય રીતે તેમનો મોટો પુત્ર હોય છે. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે મુસ્તફાને બદલે મોજતબાને ઉત્તરાધિકારી તરીકે કેમ પસંદ કરવામાં આવ્યા હતા.

કોણ છે મોજતબા હુસૈન ખામેનેની ?

મોજતબાનો જન્મ 1969માં થયો હતો. તે સમયે જ્યારે આયાતુલ્લાહ અલી ખામેની ઇસ્લામિક ક્રાંતિ માટે લડી રહ્યા હતા. મોજતબાએ તેમનું પ્રારંભિક શિક્ષણ ઈરાનના મશહદમાં એક મદરેસામાં મેળવ્યું હતું. 17 વર્ષની ઉંમરે, મોજતબા સેનામાં જોડાયા, જ્યાં તેમણે ઇરાક સામેના યુદ્ધમાં લડ્યા હતા. જ્યારે અલી ખામેનેની ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા, ત્યારે મોજતબા તેમની ઓફિસમાં જોડાયા હતા. 2021 સુધી મોજતબા બિનસત્તાવાર રીતે તેમના કામકાજનું સંચાલન કરતા હતા. 2022માં ખામેનેનીએ તેમને તેમના કાર્યાલયમાં નિયુક્ત કર્યા હતા.

મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા કેમ બન્યા?

1. મુજતબા હુસૈને IRGCમાં તાલીમ લઈને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મુજતબાને લશ્કરી કામગીરી અને યુદ્ધનો અનુભવ છે. તેમના વર્તમાન IRGC વડા અહમદ વાહિદી સાથે સારા સંબંધો છે. તેનાથી વિપરીત, મુસ્તફાને લશ્કરી કામગીરી કે યુદ્ધનો કોઈ અનુભવ નથી.

2. મુસ્તફા ખામેનેનીએ એક ઇમામ છે. બે વર્ષ પહેલા, ખામેનીએ તેમને જાઝાન પ્રાંતના એક મદરેસામાં સોંપ્યા હતા. શરૂઆતથી જ, મુસ્તફા ધાર્મિક ઉપદેશમાં મોખરે રહ્યા છે. તેઓ રાજકારણથી અંતર જાળવી રાખે છે, જેના કારણે સુપ્રીમ લીડરનું પદ તેમના નાના ભાઈ મુસ્તફા ખામેનેનીને સોંપવામાં આવ્યું છે.

3. ખામેનેનીની જેમ મોજતબાને પણ કટ્ટરપંથી માનવામાં આવે છે. તેમણે 2009 અને 2022ના બળવાઓને કચડી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ઇસ્લામિક રિપબ્લિકને બચાવવા માટે સર્વોચ્ચ નેતાની ફરજોમાં સારી રીતે વાકેફ છે. તેઓ સત્તામાં રહેલા તેમના વફાદારોને પણ ઓળખે છે.

આ પણ વાંચોઃ નોર્વે દૂતાવાસ બહાર કોણે કર્યો બ્લાસ્ટ?, ઇરાન યુદ્ધની વચ્ચે ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • Follow us on: