ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ બાદ હવે સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી હોય તેવું જણાય છે. ઈરાને લગભગ 50 દિવસના લાંબા ગાળા બાદ પોતાના એરસ્પેસને (હવાઈ ક્ષેત્ર) આंशिक રીતે ખોલી દીધું છે. સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, દેશના પૂર્વીય ભાગમાંથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.


ફ્લાઈટ્સ શરૂ પણ એરલાઈન્સમાં હજુ ડર

સવારના 7 વાગ્યાથી એરપોર્ટ્સ કાર્યરત કરી દેવામાં આવ્યા હોવા છતાં, ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સ પર હજુ પણ ઈરાન ઉપરથી પસાર થતી ફ્લાઈટ્સની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. સુરક્ષાના કારણોસર ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ હજુ પણ લાંબો રૂટ પસંદ કરી રહી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પ્રતિબંધો યથાવત

દરિયાઈ માર્ગની વાત કરીએ તો, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને કેટલીક શરતો સાથે ખોલવામાં આવ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે દુશ્મન દેશોના સૈન્ય જહાજોને અહીંથી પસાર થવા દેશે નહીં. બીજી તરફ, યુકે દ્વારા આ દરિયાઈ માર્ગને વૈશ્વિક અર્થતંત્ર માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકવાની અપીલ કરવામાં આવી છે.

50 દિવસથી ડિજિટલ બ્લેકઆઉટ

એરસ્પેસ ભલે ખુલી રહ્યું હોય, પણ ઈરાનના નાગરિકો હજુ પણ ડિજિટલ દુનિયાથી કપાયેલા છે. Net Blocks ના અહેવાલ મુજબ, ઈરાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધને 50 દિવસ (1,176 કલાકથી વધુ) પૂરા થયા છે. આ લાંબા ઈન્ટરનેટ બેનથી લોકોના વેપાર અને રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે.

આ પણ વાંચો: Iran-US વચ્ચે ફરી જંગના એંધાણ,ઈરાને હોર્મુઝ જળમાર્ગ ફરી બંધ કર્યો, ટ્રમ્પની તેહરાન પર બોમ્બમારો કરવાની ખુલ્લી ધમકી

  • Follow us on: