ઈરાનમાં ચાલી રહેલા મોટા જનઆંદોલનની વચ્ચે મહિલાઓએ વિરોધ વ્યક્ત કરવાની એવી રીત અપનાવી છે, જેને સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચી લીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઈરાનની મહિલાઓ દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની તસ્વીરોને સળગાવી રહ્યા છે અને તેમાંથી સિગરેટ સળગાવી રહ્યા છે. આ માત્ર વિરોધ નથી પણ તે સત્તાને ખુલ્લી ચેતવણી છે કે જ્યાં મહિલાઓના અધિકારો પર કડક નિરીક્ષણ કરવામાં આવે છે અને ધાર્મિક નિયમોનું ઉલ્લંઘન કરવાથી મૃત્યુદંડની સજા મળી શકે છે.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
ઈરાનમાં છેલ્લા 2 અઠવાડિયાથી ચાલી રહેલા હિંસક જનઆંદોલન દરમિયાન આ દ્રશ્ય સૌથી તાકાતવર પ્રતિક બનીને ઉભરી આવ્યું છે. મહિલાઓ સળગતી ખામેનેઈની તસ્વીરથી સિગારેટ સળગાવીને સંદેશ આપી રહી છે કે હવે ડર ખતમ થઈ ચૂક્યો છે. આ તે દેશ છે, જ્યાં મહિલાઓ માટે સાર્વજનિક રીતે સિગારેટ પીવી પણ પ્રતિબંધ માનવામાં આવે છે અને સર્વોચ્ચ નેતાની તસ્વીર સળગાવી ગંભીર ગુનો માનવામાં આવે છે.
ક્યારે વિરોધ પ્રદર્શન શરૂ થયું?
ઈરાનમાં વિરોધ પ્રદર્શન 28 ડિસેમ્બરથી શરૂ થયું છે. શરૂઆતમાં કારણ અર્થવ્યવસ્થા, મોંઘવારી અને બેરોજગારી હતું પણ થોડા દિવસમાં જ આંદોલન સીધું ઈસ્લામિક રિપબ્લિક અને ખામેનેઈની વિરૂદ્ધ વિદ્રોહમાં બદલાઈ ગયું. હવે પ્રદર્શનકારી માત્ર સુધારો નહીં પણ સમગ્ર વ્યવસ્થાને રદ કરવાની વાત કરી રહ્યા છે. તેહરાન સહિત ઘણા શહેરના રસ્તાઓ પર 'Death to Khamenei' અને 'Pahlavi will return' જેવા નારા ગુંજી રહ્યા છે. ઘણા પ્રદર્શનકારીઓએ ઈરાનના છેલ્લા શાહના પુત્ર રજા પહલવીની વાપસીની માગ પણ ઉઠાવી છે.
તેહરાનના મુખ્ય ફરિયાદી પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે
ઈરાનમાં સર્વોચ્ચ નેતાની તસ્વીર સળગાવવી કાયદાકીય રીતે ગંભીર ગુનો છે, મહિલાઓના સિગારેટ પીવા પર પણ સામાજિક અને કાયદાકીય પ્રતિબંધ છે. તેમ છતાં મહિલાઓ આ જોખમ ઉઠાવી રહી છે. ગયા વર્ષે ઓમિદ સરલક નામના એક યુવકે ખામેનેઈની તસ્વીર સળગાવવનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના થોડા કલાકો પછી તેની લાશ તેની કારમાંથી મળી હતી. તેહરાનના મુખ્ય ફરિયાદી પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે કે સરકારી બિલ્ડીંગ સળગાવવા કે આ પ્રકારના વિરોધમાં સામેલ લોકોને મોતની સજા આપવામાં આવી શકે છે. તેમ છતાં પ્રદર્શન અટકી રહ્યા નથી. ડોક્ટર્સના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા 200ની નજીક પહોંચી ચૂકી છે.
આ પણ વાંચો: Greenland પાસે એવું શું છે જે ટ્રમ્પ કોઈપણ કિંમતે મેળવવા માંગે છે? હવે, આ નિવેદન!