સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા ફરી એકવાર અટકી ગઈ છે. મળતી માહિતી મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિવેદનો અને સૈન્ય કાર્યવાહી અંગેની ધમકીઓના વિરોધમાં ઈરાની પ્રતિનિધિમંડળે રવિવારે ચર્ચા અધવચ્ચે જ છોડી દીધી.


ઈરાની પ્રતિનિધિઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા

મળતી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા તાજેતરના નિવેદનોને ઈરાને વાતચીતના માહોલ માટે અનુકૂળ ન ગણ્યા હતા. ઈરાની પ્રતિનિધિઓએ આ વલણ સામે વિરોધ નોંધાવી બેઠક સ્થળમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.

લેબનાનના ઉકેલ વગર કોઈ ચર્ચા નહીં 

ઈરાની પ્રતિનિધિમંડળના સભ્ય Mehdi Ghorbanzadehએ જણાવ્યું કે લેબનાનની પરિસ્થિતિનો ઉકેલ આવ્યા વગર અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા શક્ય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો લેબનાનમાં ચાલી રહેલો સંઘર્ષ અને યુદ્ધ સમાપ્ત નહીં થાય તો અન્ય વિષયો પરની શાંતિ વાર્તા આગળ વધી શકશે નહીં.

અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી અનિશ્ચિતતા

આ ઘટનાએ અમેરિકા અને ઈરાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી અનિશ્ચિતતા ઊભી કરી છે. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવિધ મુદ્દાઓ પર સંવાદની પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ તાજેતરના તણાવને કારણે આ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વભરની નજર હવે આ વાત પર ટકેલી છે કે બંને પક્ષો ફરી ચર્ચાના ટેબલ પર પાછા ફરે છે કે નહીં અને લેબનાન મુદ્દે કોઈ રાજદ્વારી ઉકેલ નીકળે છે કે નહીં.

આ પણ વાંચો : China Taiwan Crisis:તાઇવાન સરહદે ચીની સેનાની મોટી ઘૂસણખોરી, ફાઇટર જેટ્સ અને યુદ્ધ જહાજો તૈનાત


  • Follow us on: