અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં, બંને દેશો વચ્ચેની કડવાશ અને તણાવ સંપૂર્ણપણે શાંત થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તાજેતરના યુદ્ધ બાદ ઈરાનની સૈન્ય શક્તિ લગભગ ધ્વસ્ત થઈ ગઈ છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા તરફથી ઈરાનને કોઈ પણ પ્રકારની નાણાકીય કે આર્થિક રાહત આપવામાં આવશે નહીં. આ ઉપરાંત વાટાઘાટો કરવા ઇરાન તલપાપડ હતું તેવા ટ્રમ્પના દાવા પર મોજતબા ખામેનીએ સણસણતો જવાબ આપ્યો છે.


"કરાર માટે અમેરિકા નહીં, ઈરાન આતુર હતું" ડોનાલ્ડ ટ્રમ્પ

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ કરવા માટે અમેરિકા નહીં પરંતુ ઈરાન ખૂબ જ ઉત્સુક હતું. તેમણે ઉમેર્યું, "અમે કોઈ ડીલ માટે આતુર નહોતા, પરંતુ ઈરાન હતું. તેઓ હવે પૂરા થઈ ગયા છે." ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા ઈરાનને આર્થિક રીતે બેઠું કરવા માટે કોઈ મદદ નહીં કરે. જણાવી દઈએ કે જી-૭ સમિટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે તેમના પૈસા સ્થગિત કરી દીધા છે. તે આપણા નથી, તેમના પૈસા છે. કોઈક સમયે, આપણે તે પાછા આપવા પડશે." પરંતુ શુક્રવારે પોતાના જ નિવેદનને ફેરવી તોળતા સોશિયલ મીડિયા પર ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે જો ઈરાન કરારની શરતોનું પાલન નહીં કરે, તો તેને "દસ સેન્ટ પણ નહીં મળે."

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનીનો વળતો પ્રહાર

બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાઓને ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) મોજતબા ખામેનીએ સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ખામેનીએ દાવો કર્યો હતો કે વાસ્તવમાં અમેરિકા અને ખુદ ટ્રમ્પ જ આ સોદો કરવા માટે સૌથી વધુ ઉતાવળા હતા અને આ ડીલ પાર પાડવા માટે ટ્રમ્પે તમામ પ્રકારના રાજકીય હથકંડા અપનાવ્યા હતા. કરાર પર હસ્તાક્ષર થયા બાદ પોતાના પ્રથમ સત્તાવાર નિવેદનમાં મોજતબા ખામેનીએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ શરૂઆતમાં સૈદ્ધાંતિક રીતે અમેરિકા સાથેના આ કરારની વિરુદ્ધમાં હતા. પરંતુ કાઉન્સિલ તરફથી એવી ખાતરી અપાઈ કે આ કરાર ઈરાન દેશના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરશે, ત્યારબાદ જ તેમણે આ ડીલને મંજૂરી આપી હતી.

અમેરિકા અને ઇરાન કરાર થશે કે કેમ

મીડિયા અહેવાલ અનુસાર ઇરાન અને અમેરિકાના કરાર પૂર્ણતઃ થયા નથી. આ યોજના હજુ અંતિમ તબક્કામાં નથી પહોંચતી. ઈરાનએ ટ્રમ્પની શરત સ્વીકારી છે કે કેમ તે સામે આવ્યું નથી. બીજા 60 દિવસો સુધી અમેરિકા અને ઈરાન કે વચ્ચે સ્વભાવપૂર્ણ વાતચીતમાં આવી જ રીતે ઘણા પ્રસ્તાવો પર ચર્ચા થશે. અમેરિકાનું કહેવું છે કે ઇરાન તેના પૈસા તભી મળશે જ્યારે તે કૌતે કા પાલન કરવું અને સમજૂતીને સમર્થન આપો.


આ પણ વાંચો : India China Dispute: અરુણાચલ સરહદે ચીન બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી મોટો ડેમ,ભરતનો પણ માસ્ટર પ્લાન

  • Follow us on: