મંગળવારે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાઝા યુદ્ધ શરૂ થયા બાદથી, છેલ્લા બે વર્ષમાં અમેરિકાએ ઇઝરાયેલને આશરે 21.7 અબજ ડોલરની સૈન્ય સહાયતા આપી છે. આમાં બાઇડન પ્રશાસન તેમજ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સહાય પણ સામેલ છે. હમાસ દ્વારા 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના પછી આ યુદ્ધ શરૂ થયુ હતુ અને આજ દિવસ સુધી ચાલુ છે.


અલગ અલગ અભિયાનો પર કર્યો 10 અબજ ડોલરનો ખર્ચ

એક પ્રતિષ્ઠિત કોલેજના કરેલા અભ્યાસ રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા છેલ્લા બે વર્ષમાં પશ્ચિમ એશિયામાં સુરક્ષા સહાય અને વિવિધ સૈન્ય અભિયાન પર 10 અબજ ડોલરથી વધુ રકમ ખર્ચી ચૂક્યો છે. આ રિપોર્ટ સાર્વજનિક રીતે ઉપલબ્ધ તથ્યો અને રિપોર્ટ્સ પર આધારિત છે. અમેરિકાના વિદેશ વિભાગે આ રિપોર્ટ પર કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે, જ્યારે વ્હાઇટ હાઉસે પેન્ટાગનને આ બાબતે પૂછવાનુ કહ્યું છે.

બાઇડન પ્રશાસન હેઠળ મોટી આર્થિક સહાય

આ રિપોર્ટ એવા સમય સામે આવી છે, જયારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસેના પ્રતિનિધિઓ આ માટે મિસ્ત્રમાં વાતચીત કરી રહ્યા છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની સહાય વિના ઇઝરાયલ ગાઝામાં પોતાનો સૈન્ય અભિયાન ચાલુ રાખી શક્યા નહોતા. રિપોર્ટ અનુસાર, ભવિષ્યમાં પણ વિવિધ દ્વિપક્ષીય કરારોના આધારે અમેરિકા ઇઝરાયલને અબજોની સહાય આપતો રહેશે.

અમેરિકાએ ઇઝરાયલને 17.9 અબજ ડોલરની સૈન્ય સહાય આપી

એક અભ્યાસ મુજબ, ગાઝા યુદ્ધના પ્રથમ વર્ષે, જયારે બાઇડન સત્તામાં હતા, ત્યારે અમેરિકાએ ઇઝરાયલને 17.9 અબજ ડોલરની સૈન્ય સહાય આપી હતી. જ્યારે યુદ્ધના બીજામાં વર્ષમાં 3.8 અબજ ડોલર ની સહાય આપવામાં આવી. આ રિપોર્ટ વોશિંગ્ટનમાં સ્થિત “ક્વિસી ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસ્પોન્સિબલ સ્ટેટક્રાફ્ટ” સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. જો કે કેટલાક ઇઝરાયેલ સમર્થક જૂથો ક્વિસી ઇન્સ્ટિટ્યૂટ પર અલગાવવાદી અને ઇઝરાઇલ વિરુદ્ધ હોવાનો આરોપ લગાવે છે, જેને ઇન્સ્ટિટ્યૂટે નકારી કાઢ્યો છે.


  • Follow us on: