અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમય સુધી ચાલેલી ચર્ચાઓ બાદ યુદ્ધ સમાપ્ત કરવા માટે એક ફ્રેમવર્ક સમજૂતી પર સહમતિ બની હોવાનું જણાવાયું છે. આ સમજૂતી પર 19 જૂનના રોજ જનેવા ખાતે પાકિસ્તાનની મધ્યસ્થતામાં હસ્તાક્ષર થવાના છે. આ જાહેરાત બાદ ખાડી દેશો સહિત સમગ્ર વિશ્વના નેતાઓ બંને દેશોને શાંતિ માટે અભિનંદન આપી રહ્યા છે અને ભવિષ્યમાં સ્થિરતા આવવાની આશા વ્યક્ત કરી રહ્યા છે.
ડીલને લઈને કોઈ ટિપ્પણી નહીં
પરંતુ આ સમજૂતીના મુખ્ય પ્રભાવિત દેશ ઇઝરાયેલ તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના 80મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે ઈરાન સાથેની સીઝફાયર ડીલ અંગે તેમણે કોઈ ટિપ્પણી કરી નથી.













