વિદેશ મંત્રી જયશંકરે ફરી એક વાર ટ્રમ્પની ધોલાઇ કરી છે અને કહ્યું છે કે ભારત સાથે ભેદભાવ કરાઇ રહ્યો છે અને હવે કોઇ સમજૂતિ નહીં થાય તેમણે ટ્રમ્પને ઘણું સંભળાવી દીધું હતું અને ટ્રમ્પે લગાવેલા 50 ટકા ટેરિફને સંપૂર્ણપણે ખોટું પગલું ગણાવ્યું હતું.


ડોનાલ્ડ ટ્રમ્પ પર કડક પ્રતિક્રિયા

વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયાથી તેલ ખરીદવા બદલ ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફ અંગે અમેરિકી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ટેરિફને "સંપૂર્ણ રીતે ખોટો" ગણાવ્યો છે.

ભારત પોતાના હિત અંગે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે

તેઓએ ઇકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ-2025 દરમિયાન ભાષણ આપતાં કહ્યું હતું કે ભારતની પ્રાથમિક્તા પોતાના ખેડુતો અને નાના ઉત્પાદકોના હિતની રક્ષા કરવી છે. સાથે તેઓએ સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાના હિત અંગે કોઈપણ પ્રકારનું સમાધાન નહીં કરે.

કેટલીક સીમાઓ છે, જે પાર ન થવી જોઈએ

જયશંકરે કહ્યું કે અમારા માટે સૌથી અગત્યના લોકો છે તથા ખેડુતો અને નાના ઉત્પાદકો સછે. આ બાબતમાં અમે પાછા નહીં હટી શકીએ. કેટલાક લોકો કહી શકે કે અમે સફળ છીએ કે નિષ્ફળ, પરંતુ સરકાર તરીકે અમારી ફરજ છે કે તેમના હિતની રક્ષા કરીએ. અમે એ મુદ્દે અડગ છીએ. તેમણે ઉમેર્યું કે આ એવો મુદ્દો છે, જેના પર અમે કદી સમાધાન નહીં કરીએ.

ટેરિફ અને રશિયન તેલ વિવાદ

જયશંકરે કહ્યું કે ટેરિફનો વિષય ખોટી રીતે રશિયન તેલ વિવાદ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. તેઓએ ઉલ્લેખ કર્યો કે ચીન અને યુરોપના ઘણા દેશો રશિયાથી ભારત કરતાં વધુ તેલ આયાત કરે છે, છતાં પણ તેમના પર આવો કોઈ ટેરિફ લાગુ નથી થતો. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે કેટલાક લોકો કહે છે કે ભારત રશિયાને યુદ્ધ માટે નાણાં આપે છે, ત્યારે એ પણ જોવું જોઈએ કે રશિયા અને યુરોપ વચ્ચેનો વેપાર, ભારત-રશિયા વચ્ચેના વેપાર કરતાં અનેકગણો મોટો છે. આ આખું વિવાદ વ્યર્થ છે અને તથ્યોનો વિરોધાભાસ છે."

નવી રાજદૂતની નિમણૂક પર ટિપ્પણી નહીં

જયશંકરે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતને પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા પૂરો અધિકાર છે અને એ "રણનીતિક સ્વાયત્તતા"નો ભાગ છે. ભારત-અમેરિકા સંબંધો અંગે તેમણે કહ્યું કે તણાવ હોવા છતાં સંવાદ ચાલુ છે. અમે બે મોટા દેશો છીએ, વાતચીત ચાલુ છે. હવે જોઈએ કે તે કેટલે આગળ ક્યાં જાય છે.

ભારત તેના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાનું ચાલુ રાખશે

વિદેશ મંત્રી એસ. જયશંકરે રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોની રક્ષા કરતાં સ્પષ્ટ કહ્યું છે કે ભારતની દ્વારા રશિયાથી થતી તેલ ખરીદી રાષ્ટ્રીય અને વૈશ્વિક – બંને હિતમાં છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલી ચર્ચાઓમાં વેપાર સંબંધિત મુદ્દાઓ અડચણરૂપ બની રહ્યા છે, પરંતુ ભારત તેના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાનું ચાલુ રાખશે.

જો તમને ન ગમે, તો ન ખરીદો

તેમણે કહ્યું કે એ વાત હાસ્યાસ્પદ છે કે વેપારને સમર્થન આપતું અમેરિકી પ્રશાસન પોતે જ અન્યો પર વેપાર કરવાનો આરોપ લગાવે છે. જો તમે માનો છો કે ભારતથી તેલ કે રિફાઇન કરેલા ઉત્પાદનો ખરીદવામાં તમારે અડચણ છે, તો ખરીદો નહીં . કોઈ તમને બળજબરીથી નથી વેચતું. યુરોપ પણ ખરીદે છે, અમેરિકા પણ ખરીદે છે. જો તમને ન ગમે, તો ન ખરીદો. અમેરિકા પણ ખરીદે છે. જો તમને ન ગમે, તો ન ખરીદો

  • Follow us on: