રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધને પગલે વૈશ્વિક રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે નાટો (NATO) સહયોગી દેશો માટે એક નવી અને કડક નીતિ તૈયાર કરી છે. આ અંતર્ગત અમેરિકાએ 'સારા' અને 'ખરાબ' દેશોની યાદી બનાવી છે, જેનો મુખ્ય આધાર ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાને મળેલું સમર્થન છે. જે દેશોએ અમેરિકાનો સાથ આપ્યો છે તેમને વિશેષ સૈન્ય લાભ મળશે, જ્યારે ઈનકાર કરનારા દેશોને સજા રૂપે મદદ કાપનો સામનો કરવો પડી શકે છે.
સમર્થનના આધારે દેશોનું વર્ગીકરણ
રિપોર્ટ અનુસાર, પોલેન્ડ, જર્મની અને બાલ્ટિક દેશોને આ લિસ્ટમાં 'આદર્શ સહયોગી' માનવામાં આવી રહ્યા છે. ચેક રિપબ્લિક અને અલ્બેનિયાએ પણ ઈરાન પરના હુમલામાં અમેરિકાનું સમર્થન કર્યું છે. આ દેશોને વધારાની સૈન્ય મદદ અને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે. બીજી તરફ, સ્પેન, ફ્રાન્સ, ઈટાલી, ગ્રીસ અને તુર્કી જેવા દેશોએ અમેરિકાને પોતાના સૈન્ય ઠેકાણા વાપરવા દેવાનો ઇનકાર કરતા તેઓ હવે અમેરિકાની 'બેડ લિસ્ટ'માં આવી ગયા છે.













