અમેરિકાના વોશિંગ્ટન ડીસી સ્થિત પ્રખ્યાત નેશનલ મોલ (National Mall) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વર્લ્ડ વોર-૨ મેમોરિયલના પૂર્વી વિસ્તારમાં ઘાસ પર મોટા અક્ષરોમાં '8647' લખેલું જોવા મળ્યું છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આગામી ૧૪ જૂને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જન્મદિવસ નિમિત્તે અહીં એક મોટા UFC (અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ) મુકાબલાનું આયોજન થવાનું છે. આ રહસ્યમય નંબરને ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધી સંદેશ અને સંભવિત ગુપ્ત ધમકી તરીકે જોવામાં આવી રહ્યો છે, જેના કારણે અમેરિકી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
શું છે આ નંબર '8647' નો અર્થ?
અમેરિકામાં '8647' ને સામાન્ય રીતે ટ્રમ્પ વિરોધી સાંકેતિક કોડ માનવામાં આવે છે. રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં '86' શબ્દનો ઉપયોગ કોઈ ઓર્ડર રદ કરવા કે ગ્રાહકને હટાવવા માટે થાય છે, જ્યારે '47' એ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ હોવાનો સંકેત આપે છે. આ બંનેને જોડીને બનેલો '8647' નો સીધો અર્થ ટ્રમ્પને પદ અથવા રસ્તામાંથી હટાવવા સાથે જોડવામાં આવી રહ્યો છે. વોશિંગ્ટન મોન્યુમેન્ટ પર લાગેલા લાઈવ વેબકેમ દ્વારા નેશનલ મોલની ઘાસ પર આ આકૃતિ સ્પષ્ટ જોઈ શકાતી હતી. ઘાસનો મોટો હિસ્સો પીળો પડી ગયો હતો, જેના કારણે આ નંબર ઉપસી આવ્યો હતો. ૫ જૂન સુધીની તસવીરોમાં આવું કંઈ નહોતું, જેથી આ કૃત્ય તાજેતરમાં જ કરવામાં આવ્યું હોવાની આશંકા છે.













