નેપાળમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેશના પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરે પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો અને ઘરને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ખનલના પત્ની રાજ્યલક્ષ્મી ચિત્રકારને પણ નિશાન બનાવવામાં આવી. તેઓ ગંભીર રીતે બળી ગયા હતા અને તેમનું મોત થઈ ગયું છે. આ ઘટના દલ્લૂ સ્થિત તેમના નિવાસસ્થાને બની હતી, જ્યાં પ્રદર્શનકારીઓએ તેમને ઘરની અંદર ઘૂસીને આગ લગાવી દીધી હતી.
સારવાર દરમિયાન નીપજ્યુ મોત
પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, તેમને ગંભીર સ્થિતિમાં કીર્તિપુર બર્ન હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. આ ઘટનાથી નેપાળમાં ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે. "Gen Z" પ્રદર્શન જે સોમવારથી શરૂ થયું હતું, હવે તે વધુ હિંસક બની ગયું છે. હમણાં સુધી અધિકારીઓ તરફથી આ હુમલા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.













