અનેક ફાઇટર જેટ ક્રેશ થવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આવી જ એક ઘટના પોલેન્ડમાં યોજાયેલ એર શો રિહર્સલ દરમિયાન F-16 Fighter જેટ ક્રેશ થયુ હતુ જેમાં પાયલટનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. આ ઘટનાની જાણકારી આર્મી તરફથી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ અકસ્માતના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં જોવામાં આવી રહ્યુ છે રનવે પર ફાઇટર જેટ આગમાં લપેટાઇ ગયુ હતુ. આ ઘટનાને ત્યાં હાજર લોકોએ કેમેરામાં કેદ કરી છે.
પોલેન્ડમાં ફાઇટર જેટ ક્રેશ
આ અકસ્માત એર શો 2025ના રિહર્સલ દરમિયાન થયો હતો. પોલિશ આર્મીએ કહ્યું કે સેન્ટ્રલ પોલેન્ડના રાડોમમાં એર શો માટે તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન F-16 ફાઇટર જેટે પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. આ અકસ્માતમાં પાઇલટનું મૃત્યુ થયું છે. આ ઘટના ગુરુવારે બની રહી છે. પોલેન્ડના નાયબ વડા પ્રધાન અને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રધાને પણ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. માહિતી અનુસાર, 30-31 ઓગસ્ટના રોજ યોજાનાર એક સત્તાવાર કાર્યક્રમ માટે આ તૈયારી કરવામાં આવી રહી હતી. લોકો આ માટે ત્યાં ભેગા થયા હતા.
એક ભયાનક વીડિયો સામે આવ્યો
આકાશમાં જેટ જોઈ શકાય છે, જે અચાનક પોતાનો કાબુ ગુમાવે છે. થોડીક સેકન્ડોમાં, જેટ ખૂબ જ ઝડપથી જમીન પર પડી જાય છે. આ પછી, વિમાન સંપૂર્ણપણે આગમાં લપેટાયેલું દેખાય છે, ત્યારબાદ તે ક્રેશ થાય છે. આનાથી આકાશમાં ગાઢ ધુમાડો ફેલાયો. ક્રૂ ઘટનાસ્થળે પહોંચી ગયો, પરંતુ તેમ છતાં પાયલોટ બહાર નીકળી શક્યો નહીં. પાયલોટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. અધિકારીઓએ બાદમાં મૃત્યુની પુષ્ટિ કરી, તેમજ આ અકસ્માતનું કારણ પણ શોધવાનું શરૂ કર્યું. આ પછી, ફરી એકવાર આ વિમાનની સલામતી પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.