અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે કહ્યુ હતુકે, 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારત વિરુદ્ધ તેઓઓ ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં જ્યારે ઘર્ષણ હતુ ત્યારે અઝરબૈજાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતુ.
અઝરબૈજાન રોષે ભરાયુ
શંઘાઇ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં ભારતનો દબદબો સમગ્ર દુનિયાએ જોયો હતો. ભારત, જાપાન અને રશિયા એક મંચ પર એકસાથે આવતા SCOના દ્રશ્યો બદલાયા હતા. ખાસ કરીને અમેરિકા માટે આ ત્રિપુટી મજબૂતી બતાવવા સામે આવી હતી. તો આ તરફ, SCO સંમેલનમાં પાકિસ્તાનની અવગણના કરવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાનની સાથે અઝરબૈજાન રોષે ભરાયુ હતુ. તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓકીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.
પાકિસ્તાન સાથેના સંબંધો તેની પ્રાથમિકતાઃ અઝરબૈજા
અઝરબૈજાને કહ્યુ હતુ કે, યુદ્ધ સમયે પાકિસ્તાનનો ખુલીને સાથ આપ્યો હતો. અને તેના પરિણામ સ્વરૂપે અઝરબૈજાનને SCOમાં સ્થાન મળ્યુ ન હતુ. હવે પાકિસ્તાનની સાથે મળીને અઝરબૈજાન ભારતની ટીકા ટિપ્પણી કરી રહ્યુ છે. રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે પ્રતિક્રિયા આપી હતી કે, ભારત વિરુદ્ધ તે હમેંશા પાકિસ્તાનની પડખે ઉભો છે. અને તેની સાથેના સંબંધોને પ્રાથમિકતા આપતો રહેશે.
અઝરબૈજાને કર્યો ભારતનો વિરોધ
અઝરબૈજાન SCOની પૂર્ણ સભ્ય પદ ઇચ્છે છે. હમણા સુધી તે સંગઠનનો માત્ર ભાગ રહ્યુ છે. આ સંગઠનમાં ભારત, ચીન, પાકિસ્તાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને ઇરાન પૂર્ણ સભ્ય પદ ધરાવે છે. SCOમાં ભારત વર્ષ 2005માં સામેલ થયુ હતુ. અઝરબૈજાન SCOમાં સામેલ થવા ઇચ્છે છે. જેના માટે તેણે અરજી પણ કરી હતી. આ અરજી ચીને તો સ્વીકારી છે. પરંતુ ભારતે તેની અવગણના કરી હતી. જેના કારણે અઝરબૈજાનને સભ્ય પદ મળી શક્યુ ન હતુ. સભ્ય પદ મેળવવા માટે સંગઠનમાં સામેલ તમામ દેશોની મંજૂરી હોવું જરુરી છે. પરંતુ જો કોઇ એકપણ દેશ ના પાડે તો તેને સભ્ય પદ મળતુ નથી.













