નેપાળમાં યુવાઓના પ્રદર્શન વચ્ચે કેટલાક નેતાઓના નામ સામે આવ્યા છે. નેપાળમાં વર્તમાન પરિસ્થિતિ અનિશ્ચિત અને અસ્પષ્ટ છે. આ સમીકરણોની વચ્ચે સેના, બાલેન શાહ અને Gen Zઓ સૌથી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સેનાએ Gen Z સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાની તજવીજ હાથ ધરી છે.
આક્રમક દેખાવો વધ્યા
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યા બાદ જે રીતે Gen Zઓએ પ્રદર્શન કર્યા છે. તેના કારણે નેપાળમાં સત્તા પરિવર્તન થઇ છે. અને પીએમ, રાષ્ટ્રપતિ તથા અન્ય મંત્રીઓએ રાજીનામાં આપ્યા છે. આ હિંસામાં 22થી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો 400થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સેનાએ મોર્ચો સંભાળ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ ઉભો થાય છે કે, હવે નેપાળની કમાન કોણ સંભાળશે?. ચૂંટણી માટે પણ માગ પ્રબળ બની છે.
Also Read
Nepal Gen Z Protest: 'બંધારણ ફરીથી લખો, ત્રણ દાયકાની લૂંટની તપાસ કરો', નેપાળમાં પ્રદર્શન કારીઓની માગ
Pashupatinath Temple Nepal: હજારો વર્ષ જુનુ શિવધામ, જ્યાં મૃત્યુ પણ બની જાય મોક્ષનો માર્ગ, પશુપતિનાથ મંદિર કેમ ખાસ
Nepal Protest: નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસી, પ્રવાસીઓ અને ભારતીયો 'પાણીટંકી' ના રસ્તે ભારત પાછા ફર્યા
સેના અને વચગાળાની સરકારનું સમીકરણ
નેપાળમાં સેનાએ કમાન સંભાળી છે. સેનાના ચીફ અશોક રાજ યુવાઓ સાથે કરશે વાતચીત. નેપાળમાં સેના માત્ર સુરક્ષા જ નહી પણ રાજનીતિમાં ખરાબ સમયે સમાધાન કરાવવા માટે પણ મુખ્ય ભાગ ભજવી રહી છે. હાલમાં પરિસ્થિતિ શાંત કરવા માટે સેના અને વચગાળાની સરકારનું સમીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે.
બાલેન શાહનું નામ ચર્ચામાં
કાઠમંડુના મેયર બાલેન શાહ યુવાઓમાં સૌથી લોકપ્રિય નેતા છે. તેમની કામ કરવાની રીત, નિવેદનો, મજબૂત નેતૃત્ત્વ યુવાઓને ખાસ આકર્ષે છે. બાલેન શાહને સ્વચ્છ રાજનીતિનું પ્રતિક માનવામાં આવે છે. Gen Zઓ બાલેન શાહને પીએમ બનાવવા માટે માગ કરી રહ્યા છે. પીએમ કે.પી.શર્મા ઓલીના રાજીનામાં બાદ રબી લામિછાનેનું નામ પીએમ પદ માટે સૌથી વધુ ચર્ચાઇ રહ્યુ છે. તેઓ પત્રકાર અને એન્કર પણ રહી ચુક્યા છે. રબીએ વર્ષ 2022માં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પણ કરી છે.
રાજાશાહીની વાપસીની માગ તેજ
Gen Zઓના કારણે નેપાળની રાજનીતિમાં મોટા પાયે ઉથલ-પાથલ થઇ છે. જેમાં હવે રાજાશાહીના જુથ પણ સક્રિય થયા છે. અને તેઓ પણ સત્તા મેળવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. કોનસ્ટિટ્યુશનલ મોનાર્કી અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
Gen Zઓની માગને મળી શકે છે પ્રાધાન્ય
આ આંદોલનમાં Gen Zઓએ પોતાનુ શક્તિ પ્રદર્શન કર્યુ છે. વચગાળાની સરકારમાં Gen Zઓના કેટલાક પ્રતિનિધિઓ સામેલ કરવામાં આવશે. જેમની છબી પ્રામાણિક અને ભ્રષ્ટાચાર મુક્ત હશે તેમને વચગાળાની સરકારમાં સ્થાન આપવામાં આવી શકે છે.










