સુશીલા કાર્કીને નેપાળની વચગાળાની સરકારના પીએમ તરીકે Gen Zઓએ જ નિયુક્ત કર્યા છે. પરંતુ હવે Gen Zઓ નારાજગી દર્શાવી રહ્યા છે. Gen Z પ્રદર્શનનું નેતૃત્ત્વ કરી રહેલા સુદન ગુરંગે જણાવ્યુ છે કે, જેવી રીતે સત્તા પર બેસાડ્યા છે. તેવી જ રીતે દૂર પણ કરી શકીયે છીએ.
સુશીલા કાર્કી માટે Gen Zઓની નારાજગી કેમ ?
નેપાળનો Gen Z પ્રોટેસ્ટ દુનિયાભરમાં ચર્ચા વિષય રહ્યો છે. આ પ્રદર્શનોમાં સરકાર ઉથલાવી દેવાઇ છે. પીએમ કે.પી.શર્મા ઓલી, રાષ્ટ્રપતિ અને અન્ય મંત્રીઓ રાજીનામાં આપીને દેશ છોડી પલાયન થયા છે. નેપાળના માર્ગો પર માત્ર તબાહીના દ્રશ્યો જ જોવા મળ્યા છે. નેપાળની ડામાડોળ રાજકીય સ્થિતિને ફરી પાટા પર લાવવા માટે સેનાએ મોર્ચો સંભાળ્યો હતો. જે બાદ વચગાળાની સરકારના પીએમ તરીકે સુશીલા કાર્કીને સત્તા સોંપાઇ છે. નેપાળના પીએમ તરીકે પ્રથમ મહિલા પીએમે કમાન સંભાળી છે.
સુશીલા કાર્કી એક્શન મોડમાં
સુશીલા કાર્કી સત્તા પર આવતા જ તેઓ એક્શન મોડમાં દેખાયા છે. વિરોધ કરનારાઓ અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. અને સાથે જ વિરોધ દરમિયાન જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમને શહીદનો દરજ્જો આપવા માટે પણ આદેશ આપ્યા છે. સુશીલા કાર્કીએ જ્યારે મંત્રી મંડળની નિયુક્તિ કરી ત્યારે જ Gen Zઓ નારાજ થયા હતા. અને પીએમ પાસે રાજીનામાંની માગ કરી છે.
Gen Zઓની નારાજગી
Gen Z પ્રદર્શનનું નેતૃત્ત્વ કરી રહેલા સુદન ગુરંગ પણ સુશીલા કાર્કીના નિવાસ સ્થાને પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. Gen Zઓની નારાજગી એ માટે છે કે, નવા મંત્રી મંડળમાં યુવાઓની સંખ્યા કેમ ઓછી છે. સુદન ગુરંગે રોષ વ્યકત કરતા કહ્યુ હતુ કે, જેવી રીતે પીએમની સત્તા આપી છે તેવી જ રીતે આ સત્તા પણ છીનવી શકીએ છીએ. મંત્રી મંડળમાં ઓપી અર્યાલનું નામ Gen Zઓને નાપંસદ છે. અને મંત્રી મંડળમાં યુવા નેતૃત્ત્વ ઓછુ દેખાઇ રહ્યુ છે.













