નેપાળમાં Gen-Z પ્રદર્શનકારીઓના કારણે સરકાર ઉથલ-પાથલ થઇ છે. અને નવી સરકાર બન્યાના 13 દિવસ બાદ ફરી રાજનૈતિક સ્થિતિ ડામડોળ થતી દેખાઇ રહી છે.

ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીની માગ

નેપાળમાં પીએમ કે.પી.શર્મા ઓલીની સરકાર ઉથલાવ્યા બાદ Gen-Zઓએ વચગાળાની પીએમ સુશીલા કાર્કી સામે નવી શરત મુકી છે. આ શરત સુશીલા કાર્કી માટે પડકાર સાબિત થશે. કારણ કે, Gen-Zઓ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. આ શરત પીએમ સુશીલા કાર્કી માટે પડકારરૂપ સાબિત થશે. સત્તા સંભાળ્યા બાદ સુશીલા કાર્કીએ કહ્યુ હતુ કે, નેપાળમાં કાયદાકીય વ્યવસ્થા ફરી સ્થાપિત કરવા માટે તેઓ તમામ પગલાં લેશે. ભ્રષ્ટ લોકો સામે કડક કાર્યવાહી કરશે.

સુદન ગુરંગની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ

Gen-Z પ્રદર્શનનું નેતૃત્ત્વ કરી રહેલા સુદન ગુરંગએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. જેમાં તેઓએ કે.પી.શર્મા ઓલી સરકારના તમામ મંત્રીઓની તુરંત ધરપકડ કરવા માટે માગ કરી હતી. તેઓએ લખ્યુ હતુ કે, ભ્રષ્ટાચારને ખત્મ કરવા માટે આરોપી નેતાઓને જેલમાં મોકલવા જરુરી છે. સુશીલા કાર્કી અમારી માતા છે. તે જ અમારી રક્ષા કરશે. નેતાઓના કારણે નેપાળમાં ભ્રષ્ટાચારના કેસ વધ્યા છે.

ટૂરિઝમ અને રોકાણમાં મોટું નુકસાન

રાજનૈતિક સંકટ વચ્ચે નેપાળની 43 અરબ ડોલરની અર્થવ્યવસ્થા સુધારવી પડશે. કારણ કે, પ્રદર્શનકારીઓના કારણે ટૂરિઝમ અને રોકાણમાં મોટું નુકસાન થયુ છે. સુશીલા કાર્કીએ કહ્યુ હતુ કે, 5 માર્ચ 2026ના રોજ નેપાળમાં ચૂંટણી માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ, નિષ્ણાંતો જાણાવી રહ્યા છે કે, તેમને વધુ 6 મહિના માટે લંબાવી શકાય છે. કારણ કે યુવાઓને તેમનું નેતૃત્ત્વ નક્કી કરવા માટે સમય આપવામાં આવશે.  

  • Follow us on: