પીએમ મોદી બે દિવસના જાપાનના પ્રવાસે છે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓને જાપાનની સેનાએ 'ગાર્ડ ઓફ ઓનર' આપવામાં આવ્યુ હતુ. આ દરમિયાન પીએમ મોદી સાથે જાપાની પીએમ જોવા મળ્યા હતા.


જાપાન પ્રવાસનો પ્રથમ દિવસ

આ યાત્રાના પ્રથમ દિવસે જાપાની નાગરિકોએ પીએમ મોદીનું અનોખી રીતે સ્વાગત કર્યુ હતુ. ટોક્યોમાં જાપાનીઓએ હાથ જોડીને અને ગાયત્રી મંત્રીનો જાપ કરીને પીએમને આવકાર્યા હતા. પીએમ મોદીએ તમામનું અભિવાદન ઝીલ્યુ હતુ. આ દ્રશ્યો ભારતીય સંસ્કૃતિ પ્રત્યે આદર દર્શાવે છે. અને બન્ને દેશ વચ્ચે સંબંધો પણ મજબૂત કરે છે. પીએમ મોદી 29 અને 30 તારીખ સુધી જાપાન અને 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બર સુધી ચીનના પ્રવાસે રહેશે. જાપાનમાં તેઓ શિગેરુ ઇશિબા સાથે મુલાકાત કરશે. તો ચીનમાં તિયાનજિનમાં એસસીઓ શિખર સંમેલનમાં સામેલ થશે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી, પુતિન અને શી જિનપિંગ એકત્ર જોવા મળશે.

પીએમ મોદીનું નિવેદન

પીએમ મોદી જાપાન અને ચીનની પ્રવાસે છે. ત્યાં તેઓનું ટોક્યોના હાનેડા એયરપોર્ટ પહોંચ્યા હતા. અને તેમનુ અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, ભારતે ઇઝી ઓફ ડૂઇંગ બિઝનેસ પર ખાસ ભાર આપ્યો છે. વેપાર માટે સિંગલ ડિજિટલ વિન્ડો અપ્રૂવલ લાગૂ કરી છે. તેઓએ જણાવ્યુ હતુ કે, S&P ગ્લોબલે બે દશક બાદ ભારતની ક્રેડિટ રેટીંગ અપગ્રેટ કરી છે.

ટોક્યોમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીએ ટોક્યોમાં ઇન્ડિયા-જાપાન ઇકોનોમિક ફોરમને સંબોધીત કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, ભારત અને જાપાનની સમજૂતી થઇ છે. ઇકોનોમિક લોજિકથી પ્રેરિત થઇને બન્ને દેશોએ સંયુક્ત હિતોને સમૃદ્ધિમાં બદલ્યુ છે. તેઓએ કહ્યુ હતુ કે ભારત જાપાની વેપાર માટે ગ્લોબલ સાઉથનું સ્પ્રિંગબોર્ડ છે અને બન્ને દેશ એશિયાઇ સદીઓને સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિ તરફ લઇ જશે. 

  • Follow us on: