રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બેઠકમાં જણાવ્યુ હતુ કે, અમારા સંબંધો વિવિધ દેશ સાથે ગાઢ બનશે. તો આ તરફ, પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારત-રશિયાના સંબંધ વૈશ્વિક શાંતિ માટે મહત્ત્વના છે. ચીનના તિયાનજિનમાં આયોજિત SCO સમિટ પર દુનિયાના તમામ દિગ્ગજોની નજર છે.
બેઠકને સંબોધિત કરતા પુતિન
SCO સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં રશિયા-યૂક્રેન વોર, અલાસ્કા બેઠક અને સાથે જ ભારત-ચીનના શાંતિ પ્રયાસોનો ઉલ્લેખ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. પુતિને જણાવ્યુ હતુ કે, રશિયા એ સિદ્ધાંતોનું પાલન કરે છે કે, કોઇપણ દેશ અન્ય દેશ માટે પોતાની સુરક્ષા નક્કી કરે. તો આ તરફ પુતિને ભારત-ચીનના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, રશિયા-યૂક્રેન વોર મામલે હવે સમાધાનના કારણો જાણવા જરુરી બન્યા છે. અને હવે સુરક્ષા મામલે સતર્ક બનવુ જોઇએ.
વિવિધ મુદ્દાઓનો કરાયો ઉલ્લેખ
પુતિને વધુમાં કહ્યુ હતુ કે, યુદ્ધનું સંકટ રશિયાના કારણે નહી પણ પશ્ચિમી દેશોના કારણે શરુ થયુ હતુ. પશ્ચિમી દેશોએ યૂક્રેનમાં સત્તા પરિવર્તન માટે કરેલા બદલાવના કારણે આ યુદ્ધ સંકટ પેદા થયુ હતુ. આ ઉપરાંત પુતિને બેઠકને સંબોધતા કહ્યુ હતુ કે, અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પણ સકારાત્મક રહી હતી. તેઓએ કહ્યુ હતુ કે, અલાસ્કા બેઠક યૂક્રેનમાં શાંતિના માર્ગ ખોલશે. SCO સમિટમાં પુતિન, પીએમ મોદી અને શી જિનપિંગ એકબીજા સાથે વાતચીત કરતા અને હસી મજાક કરતા હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
ત્રણ દિગ્ગજો એકસાથે એક મંચ પર
SCO સમિટમાં વિવિધ દેશના નેતાઓ એકત્ર થયા છે. અને ટ્રમ્પ ટેરિફ સામે મોર્ચો ખોલવાની શક્યતાઓ દેખાઇ રહી છે. આ મંચ પર ભારત, રશિયા અને જાપાનના દિગ્ગજો એકસાથે જોવા મળ્યા હતા. પીએમ મોદી, પુતિન અને શી જિનપિંગ એકસાથે એક જ મંચ પર આવતા દુનિયાની નજરો તેમના પર ટકી છે.













