અમેરિકા હાલમાં બે નવા સંકટનો સામનો કરી રહ્યુ છે. લેટિન અમેરિકામાં વેનેઝુએલાએ મોર્ચો માંડ્યો છે. તો આ તરફ, એશિયામાં ઉત્તર કોરિયા પ્રદર્શન કરી રહ્યુ છે. ઉત્તર કોરિયા પોતાની પરમાણુ તાકાત અમેરિકાને બતાવીને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યુ છે. આ બન્ને સ્થળો પર કરવામાં આવી રહેલા પ્રદર્શનોએ વૈશ્વિક સ્તરની રાજનીતિમાં તણાવ ઉભો કર્યો છે.


અમેરિકા સામે જંગની સ્થિતિ

વિવિધ દેશોમાં શાંતિ વાર્તા કરનાર અને યુદ્ધ વિરામ કરાવનાર અમેરિકા સામે હાલ જંગની સ્થિતિ ઉભી થઇ છે. વર્તમાન સમયમાં તે બે નવા સંકટમાંથી પસાર થઇ રહ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્ર્મ્પે દુનિયા સમક્ષ દાવો કર્યો હતો કે તેણે 6 મહિનામાં 6 યુદ્ધ વિરામ કરાવ્યા છે. પરંતુ અમેરિકાની સામે બે નવા મોર્ચા જોવા મળી રહ્યા છે. એક તરફ વેનેઝુએલા તો બીજી તરફ, ઉત્તર કોરિયા અને તેના તાનાશાહ કિમ જોંગ છે. લેટિન અમેરિકામાં વેનેઝુએલાએ પોતાના 45 લાખ મિલિશિયાને એક્ટિવ કર્યા છે. અને કહ્યુ છે કે, કોઇપણ સામ્રજ્ય વેનેઝુએલાની પવિત્ર ધરતીને અડી પણ નહી શકે. તો આ તરફ કિમ જોગે યુદ્ધ અભ્યાસની તૈયારીઓ તેજ કરીને પરમાણુ હથિયારનું ઉત્પાદન વધાર્યુ છે.

અમેરિકા સામે સંકટના વાદળો

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ એલાન કર્યુ છે. તેઓએ દેશમાં 45 લાખ મિલિશિયાને તૈનાત કર્યા છે. માદુરોએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, વેનેઝુએલાની પવિત્ર ધરતી પર કોઇપણ સામ્રજ્ય પોતાનું આધિપત્ય સ્થાપી શકશે નહી. અમેરિકાએ વેનેઝુએલાની સરહદ પાસે પોતાના સૈનિકો તૈનાત કર્યા છે. જેને લઇને બન્ને દેશ વચ્ચે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકા સામે ઉત્તર કોરિયાએ ઉગ્ર વલણ અપાનાવ્યુ છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા આમને-સામને આવી ગયા છે. બન્ને દેશોએ સૈન્ય અભ્યાસ શરુ કર્યો છે. અને ઉત્તર કોરિયાઓ પોતાના પરમાણુ હથિયારનું ઉત્પાદન તેજ કર્યુ છે. કિમ જોંગે જણાવ્યુ છે કે, દુશ્મનની ચાલાકીને ખત્મ કરવા માટે પરમાણુ હથિયાર સૌથી વધુ ઉપયોગી છે. દુનિયાના 9 દેશો પાસે પરમાણુ હથિયાર છે. જેમાં ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. 

  • Follow us on: