માર્ક ઝુકરબર્ગને બ્રિટનમાં અભિવ્યક્તિ સ્વતંત્રતા મામલે પ્રશ્નો કરાતા તેમના સ્થાને ડૉનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો હતો. અને કહ્યુ હતુ કે, આ માર્ક ઝુકરબર્ગ માટે રાજનીતિની દુનિયામાં પ્રથન પગલું છે.
રાજનીતિમાં કારકિર્દીની શરૂઆત ?
મેટા સીઇઓ માર્ક ઝુકરબર્ગ હવે અમેરિકાની રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. વ્હાઇટ હાઉસમાં ટેક્નોલોજીના દિગ્ગજોની બેઠક યોજાઇ હતી. અને ડિનર પાર્ટીનું પણ આયોજન કરાયુ હતુ. આ મેળાવડામાં ટ્રમ્પે માર્ક ઝુકરબર્ગના રાજનીતિમાં પ્રવેશ અંગે સંકેત આપ્યા હતા. પત્રકારના પ્રશ્નોમાં માર્ક ઝુકરબર્ગ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા. તેવામાં ટ્ર્મ્પે બાજી સંભાળી હતી. અને માર્ક ઝુકરબર્ગ માટે રાજકારણ સમજવાની શરૂઆત હોવાનું કહ્યુ હતુ. માર્ક ઝુકરબર્ગ અગાઉ એલન મસ્ક પણ રાજનીતિની પારી રમી રહ્યા છે. અને પોતાની એક પાર્ટી પણ બનાવી ચુક્યા છે.
માર્ક ઝુકરબર્ગની પ્રતિક્રિયા
માર્ક ઝુકરબર્ગે કહ્યુ હતુ કે તેઓને અંદાજો ન હતો કે બેઠક અને ડિનર પાર્ટીમાં આ પ્રકારના સવાલ પણ પૂછવામાં આવશે. 41 વર્ષીય માર્ક ઝુકરબર્ગનો જન્મ પેન્સ ન્યૂયોર્કમાં થયો છે. માર્ક ઝુકરબર્ગ ડિનર પાર્ટીમાં ટ્રમ્પની બાજુમાં બેઠા હતા. માર્ક ઝુકરબર્ગ ડિનર પાર્ટી માટે ટ્રમ્પનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે ટેક્નોલોજીમાં વર્ષ 2028 સુધી 600 બિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવશે. સૈમ ઓલ્ટમૈને જણાવ્યુ હતુ કે, ટ્રમ્પ વિના વિશ્વમાં આગળ વધી શકાશે નહી. ટ્ર્મ્પના ભૂતપૂર્વ સહયોગી એલન મસ્ક આ પાર્ટીમાં હાજર ન હતા. ડિનર પાર્ટી માટે ટ્રમ્પે આમંત્રણ મોકલાવ્યુ હતુ. પરંતુ મસ્કે તેમનો પ્રતિનિધિ આ બેઠકમાં મોકલ્યો હતો.
અન્ય દિગ્ગજો પણ કરી ચુક્યા છે રાજનીતિમાં પ્રવેશ
અમેરિકાની રાજનીતિમાં ટેક્નોલોજીના દિગ્ગજો અગાઉ પણ પ્રવેશ કરી ચુક્યા છે. બાયોટેક ફાર્મ Roivant Sciencesના સીઇઓ વિવેક રામાસ્વામી વર્ષ 2024માં રિપબ્લિકન પાર્ટીના માધ્યમથી રાજનીતિમાં આવ્યા હતા. ઓહાયો ગવર્નર પદ માટેની રેસમાં વિવેક સામેલ છે. તો આ તરફ, ડિજિટલ ફિટનેસ એપ આપ્ટિવના એથન અગ્રવાલ, વેંચર કેપિટલ Andreessen Horowitzના સ્કોટ કુપોર જેવા ટેક્નોલોજીના દિગ્ગજો રાજકારણના મેદાનમાં ઉતરી ચુક્યા છે.













