જેમ્સ કોમીએ કહ્યુ છે કે, તેઓને અમેરિકાની ન્યાય પ્રણાલી પર વિશ્વા છે. અને તેઓ નિર્દોષ સાબિત થશે. તેઓએ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફ સંકેત કરતા કહ્યુ છે કે, તાનાશાહીનું સૌથી મોટું હથિયાર છે 'ડર'. અને તેઓ તેનાથી ડરતા નથી.

જેમ્સ કોમી પર કેસ દાખલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ તરફથી અટોર્ની જનરલ જેમ્સ કોમી અને રાજનૈતિક પ્રતિદ્વંદ્વિઓ પર અભિયોજન કાર્યવાહી શરુ કરવાના આગ્રહ કર્યા બાદ થોડા દિવસમાં આ મામલો દાખલ કરવામાં આવ્યો હતો. એફબીઆઇના ભૂતપૂર્વ નિર્દેશક જેમ્સ કોમી પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના થોડા સમય બાદ તેમના જમાઇ ટ્રોય એડવર્ડ્સે ફેડરલ પ્રોસિક્યુટર તરીકે રાજીનામું આપ્યું હતુ. એડવર્ડ્સે તેમના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે તેમણે બંધારણ અને દેશ પ્રત્યેના શપથને પૂર્ણ કરવા માટે નોકરી છોડી છે.

જેમ્સ કોમીનું નિવેદન

જેમ્સ કોમીએ ત્યારબાદ જણાવ્યું હતું કે, તેમને અમેરિકન ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ છે અને તેમને ન્યાય મળશે. ટ્રમ્પનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે, ડર એ સરમુખત્યારનું હથિયાર છે અને તેઓ તેનાથી ડરતા નથી. ટ્રમ્પે આ કાર્યવાહીનું સ્વાગત કર્યું, તેને "અમેરિકા માટે ન્યાય" ગણાવ્યો! ટ્રમ્પના નજીકના ગણાતા એટર્ની જનરલ પામ બોન્ડી અને FBI ડિરેક્ટર કાશ પટેલે પણ આ કાર્યવાહીને ટેકો આપ્યો. આરોપો બાદ, કોમીએ એક વીડિયોમાં કહ્યું, "મને અદાલતોમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું નિર્દોષ છું. હવે અમે કોર્ટમાં બોલીશું.

ટ્રમ્પ અને કોમી વચ્ચેનો વિવાદ

ભૂતપૂર્વ FBI વડા જેમ્સ કોમી પર બે મુખ્ય આરોપો છે. પ્રથમ, ખોટા નિવેદનો આપવા અને સત્તાવાર તપાસ દરમિયાન ખોટી માહિતી પૂરી પાડવાનો. બીજું, કોંગ્રેસમાં અવરોધ અને કોંગ્રેસની તપાસને પ્રભાવિત કરવાનો અને અવરોધવાનો પ્રયાસ. આ બંને ગંભીર ગુનાઓ છે. જે સાબિત થાય તો ગંભીર સજા થઈ શકે છે. 2016 માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી યુએસ ચૂંટણીઓ પર રશિયન પ્રભાવ અંગેની તપાસથી ડોનાલ્ડ ટ્રમ્પ અને કોમી વચ્ચેનો વિવાદ શરૂ થયો હતો. 

  • Follow us on: