શશિ થરુરે ટેરિફ અને એચ-1બી વીઝા પર ભારતીય-અમેરિકી પ્રવાસીઓના મૌન મામલે આશ્ચર્ય દર્શાવ્યુ હતુ.

વિનમ્ર થઇને જડબાતોડ જવાબ આપ્યો

અમે ભારતથી છીએ. પણ તેના ઠેકેદાર નથી. અમેરિકામાં ભારતી મૂળના હિન્દુ નેતા સુહાર શુક્લાએ કૉંગ્રેસ નેતા શશિ થરુરને જવાબ આપ્યો હતો. શશિ થરુરે પ્રશ્ન કર્યો હતો કે, અમેરિકમાં રહેતા ભારતીયો એચ-1બી વીઝા અને ટેરિફ મામલે કેમ ચુપ છે.? ત્યારે અમેરિકામાં ભારતીય મૂળના હિન્દુ નેતા સુહાગ શુક્લાએ શશિ થરુરને વિનમ્ર થઇને જડબાતોડ જવાબ આપ્યો હતો.

સ્પષ્ટ શબ્દોમાં જવાબ

અમેરિકી કૉંગ્રેસમાં 535 સભ્યો છે. 100 સેનેટ સભ્યો અને 535 પ્રતિનિધિઓ છે. પરંતુ શશિ થરુરે એ સમૂહના એક સભ્યના શબ્દોના આધાર પર ભારતીય અમેરિકી પ્રવાસીઓ મામલે મોટા-મોટા દાવા કર્યા હતા. પરંતુ શશિ થરુરે જો અન્ય લોકોને પૂછ્યુ હોત તો તેમને સ્પષ્ટ શબ્દોમાં જવાબ સાંભળવા મળ્યો હોત. સુહાગ શુક્લાએ જણાવ્યુ હતુ કે, જેવી રીતે ભારતીયો પોતાના રાષ્ટ્રીય હિતોને આગળ વધારે છે તેમ અમેરિકામાં રહેતા ભારતીય અમેરીકી લોકો પણ અહીંના હિતોને આગળ વધારી રહ્યા છે.

ભારતીયો માટે એક સરખુ વલણ

સુહાગ શુક્લાએ વધુમાં કહ્યુ હતુ કે, ભારતીય મૂળના અમેરિકી નાગરિકોના રૂપમાં ભારતમાં જન્મ લીધો હોય. અને અમેરિકાની નાગરિકતા પ્રાપ્ત કરી હોય તો પણ તેઓ પોતાના પવિત્ર ભૂમિને ભૂલી શકતા નથી. આપણે હમેંશા ભારતીયો માટે એક સરખુ વલણ દાખવીએ છીએ. આપણી જવાબદારીઓ અમેરિકાની નાગરિક તરીકે છે. જે બે સંસ્કૃતિઓને એકત્ર કરીને બની છે. અને આપણે દેશની લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ છે. 

  • Follow us on: