શેખ હસીનાએ બાંગ્લાદેશમાં પરત ફરવા માટે શરતો મુકી છે. જે હાલમાં ચર્ચાનો વિષય બની છે.

શેખ હસીનાના યુનુસ સરકાર પર આરોપ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીના બાંગલાદેશમાં પરત ફરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. શેખ હસીનાએ શરત મુકી છે. અને કહ્યુ છે કે, તેમની વાપસી ત્યારે જ સંભવ છે જ્યારે દેશમાં ભાગીદારીવાળા લોકતંત્રને ખત્મ કરવામાં આવે. તેમની પાર્ટી આવામી લીગ પર લગાવેલો પ્રતિબંધ દૂર કરવામાં આવે. તેઓ બાંગ્લાદેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ ચૂંટણીની માગ કરી રહ્યા છે. તેમનું નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે બાંગ્લાદેશમાં આવામી લીગ પાર્ટી 13 નવેમ્બરના રોજ મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

શેખ હસીનાની શરતો

ભારતમાં ગુપ્ત સ્થાન પર રહી રહેલા શેખ હસીના ઇમેલ ઇન્ટરવ્યુમાં શેખ હસીનાએ વચગાળાની સરકાર અને સલાહકાર મોહમ્મદ યુનુસ પર ભારતની સાથે સંબંધો ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. અને ચરમપંથીઓ સાથે સંબંધો વધુ ગાઢ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. શેખ હસીનાએ જણાવ્યુ હતુ કે, તેમની શરતો માનવવામાં આવશે તો તેઓ પોતાના વતન પરત ફરશે.

ભારત છે બાંગ્લાદેશનો સાચો મિત્રઃ શેખ હસીના

શેખ હસીનાએ ભારત સરકાર અને જનતાનો આભાર માન્યો હતો. અને કહ્યુ હતુ કે, ભારતની સરકારે અને અહીંના લોકોએ કરેલી મહેમાન ગતિથી હું ગદગદ થઇ છું. અને તમામનો આભાર માનું છું. શેખ હસીનાએ વધુમાં કહ્યુ હતુ કે, ભારત હમેંશા બાંગ્લાદેશનો ઉત્તમ ભાગીદાર રહેશે. પરંતુ યુનુસ સરકારે પોતાની મુર્ખામી અને આત્મઘાતી નીતિઓના કારણે બન્ને દેશના સંબંધો ખરાબ કર્યા છે. ભારત હમેંશાથી બાંગ્લાદેશનો સાચો મિત્ર હતો અને રહેશે. 

  • Follow us on: