આ દરમિયાન ડોનાલ્ડ ટ્ર્મ્પે મહિલા પત્રકાર પર ગુસ્સે થયા હતા. સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન તેઓએ મહિલા પત્રકારનું અપમાન કર્યુ હતુ.
મહિલા પત્રકારનું અપમાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વલણ માટે દુનિયાભરમાં જાણીતા છે. ટ્રમ્પના ગુસ્સાનો શિકાર રાજનેતાથી લઇને પત્રકારો બન્યા છે. આવો જ એક કિસ્સો મલેશિયામાં ચાલી રહેલા 47માં આસિયાન શિખર સંમેલન દરમિયાન જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્ર્મ્પ જ્યારે બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાલિયો લૂલા ધ સિલ્વા સાથે મુલાકાત કરી રહ્યા હતા. ત્યારે ટ્રમ્પે મહિલા પત્રકારનું અપમાન કર્યુ હતુ.
Also Read
મહિલા પત્રકારે કેમ ટોક્યા ?
ડોનાલ્ડ ટ્ર્મ્પ જ્યારે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે એક મહિલા પત્રકારે તેમને ટોક્યા હતા. અને ત્યારે જ તેઓ તેમના પર ગુસ્સે થયા હતા. અને અપમાન કર્યુ હતુ. મહિલા પત્રકારે તેમને ટોક્તા ટ્રમ્પને ગમ્યુ ન હતુ. અને તેઓ વધુ સવાલ જવાબ કરવાના મૂડમાં ન હતા. ટ્રમ્પ મોટાભાગના સવાલો અવગણી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ તેમને જે પ્રશ્નનો ઉત્તર આપવા જેવો લાગ્યો તે તેઓએ આપ્યો હતો. અને તેમનું વલણ ચર્ચામાં આવી ગયુ હતુ.
અગાઉ પણ બન્યા છે આવા કિસ્સાઓ
નવેમ્બર 2018માં એક પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે પત્રકાર જિમ અકોસ્ટાને અસભ્ય અને બેકાર વ્યક્તિ કહ્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, પત્રકારે આવી રીતે કામ ન કરવું જોઇએ. આ પહેલા મે 2025માં પત્રકાર પરિષદમાં ટ્રમ્પે એક પત્રકારને પૂછ્યુ હતુ કે, You work for what? અને જ્યારે ખબર પડી કે તેઓ The Wall Street Journalના હતા. ત્યારે તેઓએ કહ્યુ હતુ કે, એક બેકાપ પેપર છે. માર્ચ 2025માં ટ્રમ્પે The New York Timesના પત્રકારને અભદ્ર ટિપ્પણી કરીને અપમાનિત કર્યા હતા.













