ત્રમ વર્ષ પહેલા હિમાલયના આકાશમાં 105 ઉંચા થાંભલાઓ ચમકતા જોવા મળ્યા હતા. જેને 2 ચીની એસ્ટ્રોગ્રાફરો અંજેલ એન અને શુંચાંગ ડોંગે પોતાના કેમેકામાં કેદ કર્યા હતા. 19 મે, 2022ના રોજ હિમાલયની ઉપર આ ચમકતા ચાંદનીની લાઈટો શું હતી અને તેનું રહસ્ય શું હતું તેના વિસે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે.
ક્યાં દેખાઈ હતી 105 લાલ કલરની લાઈટ?
દક્ષિણી તિબ્બતી પઠાર પર, પવિત્ર પુમોયોંગચુઓ તળાવપાસે આકાશમાં 105 ઉંચા થાંભલાઓ ચમકતા દેખાયા હતા. આકાશમાં આ નઝારાને જોઈને સોસિયલ મિડીયા પર લોકો હેરાન થઈ ગયા હતા.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું રહસ્ય
હિમાલ.ના આકાશમાં દેખાતી લાઈટને વૈજ્ઞાનિકોએ રેડ સ્પ્રાઈટ્સ ગણાવી હતી. આ એક વિજળીનો પ્રકાર છે, જે ખૂબ દુર્લભ છે. ઘણી વખત તે વાદળોની ઉપર થાય છે, પૃથ્વીની સપાટીથી 65 થી 90 કીમીની ઉંચાઈ પર થાય છે.
જે ખાસ કરીને લાલ રંગની થોડા સમય માટે દેખાતી વિજળીની ચમક છે. જે તંબું જેવા આકારમાં જોવા મળે છે. ઘણી વખત તેના ઉપરના ભાગમાં લીલા રંગની રેખાઓ પણ જોવા મળે છે. ચીન એસ્ટ્રોફોટોગ્રાફરે ફક્ત 105 રેડ સ્પ્રાઈટ્સના ફોટોઝ જ નહોતા લીધા પરંતું 6 સેકન્ડરી જેટ્સ અને ચાર ઘોસ્ટ સ્પ્રાઈટ્સ પણ રેકોર્ડ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે એશિયા મહાદ્વીપ પર ઘોસ્ટ સ્પ્રાઈટ્સ પહેલી વખત જોવા મળ્યા હતા.
આ લાઈટ કેવી રીતે બની ?
વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જણાવ્યું હતું કે સ્પ્રાઈટ્સ ખુબ શક્તિશાળી વિજળી પડવાને કારણે બન્યુ છે. જે વાદળ પરથી જમીન પર પહોંચી છે. આ વિજળી અને વિશાળ તોફાન પ્રણાલીમાંથી નિકળી છે, જેને મેસોસ્કેલ કોન્વેક્ટિવ કોમ્પ્લેક્ષના નામથી ઓળખવામાં આવે છે. જે ગંગા મેદાનથી લઈને તિબ્બતી પઠાર સુઘી 2 લાખ કિલોમીટર કરતા વધારે ક્ષેત્રને કવર કરે છે.
સ્પ્રાઈટ્સને કારણે વિજળી મોટા ભાગે પોઝિટીવ હતી અને તેમાં ખુબ વધારે વોલ્ટનો કરંટ હતો. જે 50 કિલો એમ્પિયર કરતા પણ વધારે હતો. આવી વિજળી મોટા ભાગે અમેરિકાના ગ્રેટ પ્લેન્સ અને યુરોપના તટ પ્રદેશમાં આવતા તોફાનોમાં જોવા મળે છે.
વૈજ્ઞાનિકો 3 વર્ષ પછી આ રહસ્યને સુલઝાવી શક્ય છે.