યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકાએ ઈરાન વિરુદ્ધ નાકાબંધી કરી છે.31 જહાજોને પાછા વાળ્યા છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાની દરિયાઈ નાકાબંધી વધુ કડક બનાવી છે. યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ મુજબ, નેવીએ અત્યાર સુધીમાં 31 જહાજોને રસ્તામાં જ પાછા ફરવા અથવા બંદર પર જવા માટે મજબૂર કર્યા છે. અમેરિકાની આ નાકાબંધી 13 એપ્રિલથી શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય ઈરાન સાથે સંકળાયેલા દરિયાઈ વેપારને રોકવાનો છે. CENTCOM એ સ્પષ્ટપણે કહ્યું છે કે કોઈપણ જહાજને ઈરાની બંદરોમાં પ્રવેશવાની કે ત્યાંથી બહાર નીકળવાની મંજૂરી નથી.


જહાજોએ અમેરિકન આદેશ સ્વીકાર્યો

CENTCOM મુજબ, આ નિયમ માત્ર મધ્ય પૂર્વ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે. જે જહાજોને રોકવામાં આવ્યા છે તેમાં મોટાભાગના ઓઈલ ટેન્કર છે અને તેમાંથી મોટાભાગના જહાજોએ અમેરિકન આદેશ સ્વીકારી લીધો છે. આ ઓપરેશનને અમલમાં મૂકવા માટે અમેરિકાએ મોટી સૈન્ય શક્તિ લગાવી છે. જેમાં 10,000 થી વધુ સૈનિકો, 100 થી વધુ ફાઈટર અને સર્વેલન્સ વિમાનો અને 17 થી વધુ યુદ્ધ જહાજો સામેલ છે. આ લશ્કરી કાફલામાં એરક્રાફ્ટ કેરિયર્સ, ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ, જહાજો, ડ્રોન્સ, રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને સર્વેલન્સ વિમાનોનો સમાવેશ થાય છે.

હોર્મુઝમાં અવરજવર ક્યારે સામાન્ય થશે?

આ નાકાબંધીની સૌથી મોટી અસર 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર પડી છે. આ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંનો એક છે. અહીં જહાજોની અવરજવર ઘણી ધીમી પડી ગઈ છે અને હાલમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા બહુ ઓછી છે. બજારના આંકડા પણ આ જ સંકેત આપી રહ્યા છે. 30 જૂન સુધી હોર્મુઝમાં ટ્રાફિક સામાન્ય થવાની સંભાવના લગભગ શૂન્ય માનવામાં આવે છે. આના પર આધારિત ટ્રેડિંગમાં ઘટાડો થયો છે અને રોકાણકારો માની રહ્યા છે કે આગામી સમયમાં પણ તણાવ ચાલુ રહેશે.

અમેરિકન નાકાબંધી ક્યારે પૂરી થશે?

નિષ્ણાતોનું કહેવું છે કે આ નાકાબંધી માત્ર લશ્કરી પગલું નથી, પરંતુ ઈરાન પર આર્થિક દબાણ લાવવાની રણનીતિ છે. ભલે સીઝફાયરનો સમયગાળો લંબાવવામાં આવ્યો હોય, પરંતુ વાતચીતમાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હવે સૌની નજર એ વાત પર છે કે શું અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થશે કે નહીં. પ્રદેશમાં લશ્કરી ગતિવિધિઓમાં ફેરફાર અને નાકાબંધી સંબંધિત નવા નિર્ણયો પણ પરિસ્થિતિને અસર કરશે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે હોર્મુઝમાં સ્થિતિ જલ્દી સામાન્ય થવાની નથી અને તણાવ યથાવત રહી શકે છે.

આ પણ વાંચો: west bengal tamilnadu Assembly Election 2026:પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન,રસ્તાઓ પર લોખંડી પહેરો

  • Follow us on: