શુક્રવાર, 15 ઓગસ્ટ 2025ના રોજ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આગામી 2–3 અઠવાડિયામાં સ્ટીલ અને સેમિકન્ડક્ટર ચીપ્સના આયાત પર ટેરિફ લગાવવાની યોજના ધરાવે છે. ટ્રમ્પના આ નિવેદન પછી સેમિકન્ડક્ટર ઉત્પાદન કરતી કંપનીઓમાં ચિંતા જોવા મળી છે.ટ્રમ્પનું કહેવું છે કે, શરૂઆતમાં આ ટેરિફ ઓછું રાખવામાં આવશે, જેથી કંપનીઓને અમેરિકા માં ઉત્પાદન શરૂ કરવાનો સમય અને તક મળે. ત્યાર બાદ ટેરિફ ધીમે ધીમે વધારવામાં આવશે.


ટ્રમ્પનો આ નિર્ણય શા માટે?

ટ્રમ્પનું કહેવું છે કે,હું અમેરિકન મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન ક્ષેત્ર) મજબૂત કરવા માગું છું." તેમણે ઉદાહરણ આપ્યું કે, જેમ દવાઓ પર પહેલાં ઓછી દરે ટેરિફ લગાવાઈ અને પછી વધી ગઈ, એમ જ સ્ટીલ અને ચીપ્સ માટે પણ આવું જ મોડેલ અપનાવાશે. ટ્રમ્પે સંકેત આપ્યો કે, જેઓ અમેરિકા ઉત્પાદન વધારશે, તેવી કંપનીઓને આ નીતિમાં છૂટ મળી શકે છે.

વિશ્વ પર આ નીતિનો શું અસર પડશે?

ટ્રમ્પની આ નીતિ વિશ્વવ્યાપી વેપાર સમીકરણો ફેરવી નાખવાની શક્તિ ધરાવે છે.ફેબ્રુઆરીમાં, ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લગાવ્યો હતો.મે મહિનામાં તેમણે આ દર 50% સુધી વધારવાની જાહેરાત કરી હતી અને હવે તેમનો સેમિકન્ડક્ટર ચીપ્સ પર 100% ટેરિફ લગાવવાનો પ્લાન છે. તેમ છતાં, જેઓ અમેરિકામાં ઉદ્યોગ સ્થાપવા તૈયાર છે, એવા રોકાણકારોને રાહત આપી શકાય છે.

એપલનું રોકાણ અને ટ્રમ્પની નીતિ

ટ્રમ્પના આ નિવેદનના થોડા સમય પહેલાં જ એપલે અમેરિકામાં $100 બિલિયનનું વધારાનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમેરિકી સરકારે મોટી ટેક કંપનીઓને દેશમાં મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહિત કરવાનું લક્ષ્ય ધરાવતી નીતિ સાથે જોડાયેલો છે.

અમેરિકન ઈન્ડસ્ટ્રીઝને મજબૂત કરવાનો પ્રયાસ

ટ્રમ્પનો આ નવો ટેરિફ પ્લાન ખાસ કરીને અમેરિકન ઈન્ડસ્ટ્રીઝને મજબૂત કરવાનો પ્રયાસ છે, જેનાથી વિશ્વભરમાં વેપારના દિશા અને નીતિઓમાં બદલાવ આવી શકે છે.

  • Follow us on: