અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પરમાણુ કરાર (Iran Nuclear Deal) અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ની નાકાબંધી હટાવવા અંગે એક મોટું નિવેદન આપીને વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે. 'ન્યૂયોર્ક પોસ્ટ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ઈરાન ડીલને લઈને ૫ મોટા ખુલાસા કર્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન સાથેના આ મહત્વપૂર્ણ કરારમાં મોડું થવાના બે મુખ્ય કારણો છે—પહેલું ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો ચાલી રહેલો સંઘર્ષ, અને બીજું આ ડીલનું નેતૃત્વ કરી રહેલા ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈ સુધી સંદેશાઓ મોડા પહોંચવા.
7 સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝની નાકાબંધી ખતમ
ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આગામી 7સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝની નાકાબંધી ખતમ થઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રક્રિયાથી તેમને વ્યક્તિગત રીતે થોડું નુકસાન થઈ શકે છે, પરંતુ તેઓ તેની ચિંતા કરતા નથી. પરમાણુ હથિયારો અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે, જો ઈરાન પરમાણુ હથિયાર મેળવી લેશે તો ઈઝરાયેલનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. પરંતુ આ યુદ્ધ બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં.













