અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ બોમ્બ ભારત પર ફોડ્યો છે, તેની અસર હવે તેમના પર જ ભારે પડી છે. ભારતે 25 ઓગસ્ટથી જ અમેરિકા માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી દીધી છે. હવે યુરોપના અનેક દેશોએ પણ આ પગલું ભર્યુ છે. યુરોપના દેશ જેમાં ઇટલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયાથી અમેરિકા જતી પોસ્ટ સેવાઓને સસ્પેન્ડ કરી દીધું છે.
મળતી માહિતી પ્રમાણે સર્વિસ સસ્પેન્ડ થવાનું કારણ છે ટ્રમ્પનો નવો ટેરિફ નિયમ છે. ટ્રમ્પ પ્રશાસન તરફથી 30 જુલાઇએ એક આદેશ આપવામાં આવ્યો હતો જેમાં 800 ડોલર એટલે કે 70 હજાર રૂપિયા સુધીના સામાન પર મળનારી ટેરિફ છુટને સમાપ્ત કરી દેવામાં આવી છે. આ છૂટ 29 ઓગસ્ટથી જ સમાપ્ત થઇ જશે. આવી સ્થિતિમાં, ભારત ઉપરાંત, યુરોપના દેશો પણ આનો સામનો કરવા માટે પોતાની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે.
હવે નહીં મોકલાય પોસ્ટ
એક વેબસાઇટ અનુસાર વ્હાઇટ હાઉસ તરફથી કરાયેલી એક જાહેરાતમાં યુરોપથી અમેરિકામાં આવતાં ફેન્ટેનાઇલ અને અન્ય ગેરકાયદે દવાઓને કારણ તરીકે જણાવાયું હતું. યુરોપની સૌથી મોટી શિપિંગ સેવા પ્રદાતા, DHL એ શુક્રવારે પોતાની વેબસાઈટ પર એક નિવેદનમાં કહ્યું કે ડ્યુશ પોસ્ટ અને DHL પાર્સલ જર્મની હવે અમેરિકા જતાં વ્યવસાયિક ગ્રાહકો પાસેથી સામાનવાળા પાર્સલ અને ડાક સામગ્રી સ્વીકારી અને ટ્રાન્સપોર્ટ નથી કરી શકતા. DHL મુજબ આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ રહેશે.
કેટલાક નિયમો અંગે અનિશ્ચિતતા
DHL એ જણાવ્યું છે કે પેકેજો પરનો આ પ્રતિબંધ તાત્કાલિક છે. DHLના અનુસાર, આ બદલાવ અમેરિકન અધિકારીઓ તરફથી ડાક શિપિંગ માટે જરૂરી નવી પ્રક્રિયાઓને કારણે આવ્યો છે.જે અગાઉના નિયમોથી જુદી છે. કંપનીએ આગળ કહ્યું કે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી. ખાસ કરીને ભવિષ્યમાં કસ્ટમ ડ્યૂટી કેવી રીતે અને કોની તરફથી વસૂલવામાં આવશે. કયા વધારાના ડેટાની જરૂર પડશે અને અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનને આ ડેટાનું ટ્રાન્સમિશન કેવી રીતે કરવું.
સિંગાપોર અને થાઈલેન્ડ પણ
ડેનમાર્ક, સ્વીડન, ઇટલી, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ અને બેલ્જિયમની પોસ્ટલ સેવાઓએ પણ આવું જ પગલું લીધું છે અને અમેરિકા માટેના શિપમેન્ટ રોકી દીધાં છે. બ્રિટનની રોયલ મેઇલએ પણ શિપમેન્ટ તાત્કાલિક રીતે રોકી દીધું છે. યુરોપની બહાર, સિંગાપોર અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોએ પણ કહ્યું છે કે તેઓ નવા નિયમોમાં વધુ સ્પષ્ટતા મળે ત્યાં સુધી શિપમેન્ટ રોકી રાખશે. ઓસ્ટ્રેલિયા પોસ્ટે જણાવ્યું છે કે તેણે અમેરિકા જતાં કેટલાક દેશોના પાર્સલના ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ મૂક્યો છે.