અમેરિકી રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા તેમના આક્રમક રણનીતિઓ માટે જાણીતા રહ્યા છે. આ વખતે તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કા બોલાવીને એક મોટો રાજકીય દાવ રમવાનો પ્રયાસ કર્યો. તેમનો હેતુ હતો કે ભારત પર ચારેય બાજુથી દબાણ બનાવાય..ચાહે તે પાકિસ્તાનનું કાર્ડ હોય, વેપાર કરાર પર દબાણ હોય કે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં કોઈ મુદ્દો ઉઠાવવો હોય. પરંતુ તેમની આ આખી યોજના ત્યારે ધૂળધાણી થઈ ગઈ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યૂહરચનાએ પરિસ્થિતિ પલટી નાખી


વેપાર કરાર પર દબાણ અને ભારતનું વલણ

ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય વેપાર કરાર (Trade Deal) પર ચર્ચા ચાલી રહી હતી. પાંચ રાઉન્ડની ચર્ચા પૂરી થઈ ગઈ હતી, પરંતુ છઠ્ઠો રાઉન્ડ, જે ઑગસ્ટના અંતે દિલ્હીમાં થવાનો હતો, અચાનક સ્થગિત કરી દેવામાં આવ્યો. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત રશિયા પાસેથી ઊર્જા અને રક્ષા ખરીદ ઘટાડે અને અમેરિકાના શરતો માને. પરંતુ જ્યારે મોદી સરકારે ઝુકવાનો ઈન્કાર કર્યો, ત્યારે અમેરિકાએ દબાણ વધારવાનો પ્રયાસ કર્યો.

પાકિસ્તાનના જનરલની ધમકી

ટ્રમ્પે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરને પોતાના ઘરે બોલાવ્યા. ત્યાંથી ભારત વિરોધી વિલાપ શરૂ થયો. ન્યૂક્લિયર હુમલાની ધમકીથી લઈને સિંધુ જળ સંધિને તોડી નાંખવાની વાતો થઈ. અમેરિકાની ધરતી પર ઊભા રહીને પાકિસ્તાની લશ્કરી નેતૃત્વે ભારતને ખુલ્લી ધમકી આપી. અમેરિકન રાજકીય વર્તુળોમાં આ પ્રશ્ન ઉઠ્યો કે કેવી રીતે ટ્રમ્પે આ નિવેદનો થવા દીધા? પણ ટ્રમ્પની ચુપ્પી એ સંકેત આપી રહી હતી કે તેઓ પણ આ "રમત"નો ભાગ છે અને ભારતને દબાવવા માંગે છે. જો કે ભારતે આ પરિસ્થિતિનો કડક પ્રતિસાદ આપ્યો અને પાકિસ્તાનની ધમકી નિષ્ફળ રહી.

સિંધુ જળ સંધિ મામલે ભારતનું સ્પષ્ટ વલણ

સ્થાયી મધ્યસ્થતા અદાલતે સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનના પક્ષમાં ચુકાદો આપ્યો. પાકિસ્તાને તેને પોતાની જીત ગણાવી. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે તેણે આ અદાલતને કદી માન્યતા આપી નથી અને તે માત્ર તટસ્થ નિષ્ણાત તંત્રને જ માન્ય રાખે છે. ભારતે પહેલાથી જ કિશનગંગા અને રતલે જેવી પાવર પ્રોજેક્ટ્સ આગળ ધપાવવાની ઘોષણા કરી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં, ભારત પોતાના વલણ પર અડગ રહ્યું છે.

પુતિન અને ટ્રમ્પ – ભારતે જીતી લીધી રમત

ટ્રમ્પને આશા હતી કે પુતિન ભારત પર ટીકા કરશે અને ભારત-રશિયા વચ્ચે તણાવ ઊભો થશે. પરંતુ એવું કંઈ બન્યું નહીં. પુતિને ભારત પર કોઈ નિવેદન આપ્યું નહીં. મોદી અને પુતિન વચ્ચેની દોસ્તી અને વ્યૂહાત્મક ભાગીદારી પહેલાં જેવી મજબૂત રહી. ટ્રમ્પની આખી રણનીતિ નિષ્ફળ ગઈ, કારણ કે તેઓ ઈચ્છતા હતા કે ભારત રશિયાથી દૂર થઈ જાય. પરંતુ સાચું કહીએ તો ટ્રમ્પનો આખો દાવ ઉલ્ટો પડી ગયો હતો

મોદી સરકારની વ્યૂહરચના — સંતુલિત અને મજબૂત

આ સમગ્ર ઘટનાક્રમમાં મોદી સરકારે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત હવે કોઈ દબાણ હેઠળ નહીં ઝુકે. રશિયા સાથે ઊર્જા અને રક્ષણ સહયોગ ચાલુ રહેશે. પાકિસ્તાનના ધમકીઓને તેમની ભાષામાં જવાબ મળશે અમેરિકા સાથે કરાર, ભારતની શરતો પર જ થશે અને આ વ્યૂહરચનાએ બતાવી દીધું કે ભારત હવે માત્ર એક મોટું બજાર નથી, પણ વૈશ્વિક શક્તિ સંતુલન ઘડતો દેશ છે.

  • Follow us on: