ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં શાંતિ મંત્રણા થયા બાદ હવે જ્યારે સોમવારે 18 ઓગષ્ટે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ટ્રમ્પને મળી રહ્યા છે તે પહેલા તેમણે કડક શબ્દોમાં કહી દીધું છે કે તેઓ પોતાની શરતો પર જ યુદ્ધ રોકવા માટે રાજી થશે. તેમણે કહ્યું કે યુક્રેન તેની ક્ષેત્રીય અખંડતતા અને સંપ્રભુતા સાથે કોઇ સમજૂતિ નહીં કરે. આ સાથે યુરોપીયન સંઘે પણ યુક્રેનના સમર્થનમાં સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.


જેલેન્સ્કીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ માત્ર પોતાના શરતો પર જ યુદ્ધ અટકાવવાના માટે તૈયાર

ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી ચર્ચા કોઈ નિશ્ચિત પરિણામ વિના સમાપ્ત થઈ ત્યાર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પ સાથે મળતા પહેલાં જ જેલેન્સ્કીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ માત્ર પોતાના શરતો પર જ યુદ્ધ અટકાવવાના માટે તૈયાર છે. યુરોપના દેશોએ પણ યુક્રેનના સમર્થનમાં સંયુક્ત નિવેદન આપીને પોતાનું ટેકો પુનઃદોહરાવ્યું છે.

ટ્રમ્પ-જેલેન્સ્કી બેઠક સોમવારે થશે

અલાસ્કા બેઠક બાદ જેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ સાથે મારી લાંબી અને અર્થપૂર્ણ ચર્ચા થઈ.તેમણે સમિટ વિશે જાણકારી આપી અને યુક્રેનની સુરક્ષા અંગે વાતચીત કરી.આ બેઠક બાદ જેલેન્સ્કીએ જણાવ્યું કે યુરોપીય નેતાઓ સાથે પણ તેમણે ચર્ચા કરી છે. તેમના જણાવ્યા મુજબશાંતિ સ્થાયી હોવી જોઈએ. અમને રશિયન હુમલાઓ વચ્ચે માત્ર તાત્કાલિક વિરામ નથી જોઇતો.

જેલેન્સ્કીની શરતો શું છે?

બંને પક્ષોએ હુમલા અને હત્યાઓ બંધ કરવી જોઈએ.જમીન પરના યુદ્ધ અને હવાઈ હુમલાઓ – ખાસ કરીને બંદરો પર હુમલા તરત બંધ કરવાં જોઈએ.રશિયાની કેદમાં રહેલા હજારો યુક્રેનિયનોને તરત છોડી દેવા જોઈએતથા રશિયા દ્વારા અપહરણ કરાયેલા બાળકોને પાછા લાવવામાં આપવા જોઈએ.જો રશિયા આક્રમક હુમલાઓ અને જમીન કબ્જાનો પ્રયાસ ચાલુ રાખે તો તેના પર દબાણ વધારવું જોઈએ.જો ત્રિપક્ષીય બેઠક ન થાય અથવા રશિયા ઇમાનદારીથી યુદ્ધ પૂર્ણ નહીં કરશે તો તેના પર પ્રતિબંધ વધુ કડક કરવા જોઈએ.યુક્રેનની લાંબા ગાળાની સુરક્ષાની વિશ્વસનીય ખાતરી હોવી જોઈએ – માત્ર અમેરિકા નહીં પણ યુરોપને પણ આમાં સામેલ થવું જોઈએ.યુક્રેન સંબંધિત ખાસ કરીને ક્ષેત્રિય મુદ્દાઓ પર યુક્રેન વગર કોઈ નિર્ણય ન લેવામાં આવે.

યુરોપીય નેતાઓએ યુક્રેનને ટેકો આપ્યો

જેલેન્સ્કીએ યુરોપીય દેશોને આભાર વ્યક્ત કર્યો કે તેમણે અમારા અવાજને મજબૂત બનાવતો મહત્વપૂર્ણ નિવેદન આપ્યો છે.શનિવારે યુરોપીય નેતાઓએ સંયુક્ત નિવેદન આપીને યુદ્ધ પૂરું થવા સુધી રશિયા પર દબાણ જાળવી રાખવાનો સંકલ્પ પુનઃદોહરાવ્યો અને ટ્રમ્પના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી.

કયા નેતાઓ છે સંયુક્ત નિવેદનમાં સામેલ?

સંયુક્ત નિવેદનમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ, બ્રિટનના વડાપ્રધાન કિઅર સ્ટારમર, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેકઝેન્ડર સ્ટબ તથા પોલેન્ડના પીએમ ડોનાલ્ડ ટસ્ક , યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા યુરોપિયન યુનિયન કમિશન અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયન સામેલ છે

સંયુક્ત નિવેદનમાં શું કહ્યું?

ટ્રમ્પે જેલેન્સ્કી સાથે મળીને ત્રિપક્ષીય સમિટ પર કામ કરવું જોઈએ.તથા યુક્રેનની સંપ્રભુતા અને પ્રદેશની અકબંધતાની સુરક્ષા માટે મજબૂત ખાતરી હોવી જોઈએ. અમેરિકા અને ઇચ્છુક દેશોનું સહયોગી ગઠબંધન બનાવવું જોઈએ.રશિયાને વીટોનો હક ન મળવો જોઈએ. યુક્રેન પર કોઈ પણ પ્રકારની સૈન્ય પ્રતિબંધ ન હોવો જોઈએ. તે ત્રીજા દેશો પાસેથી મદદ લઈ શકે તથા યુક્રેનના યુરોપીય યુનિયન અને નાટોમાં જોડાવા પર રશિયાને વીટો આપવાનો અધિકાર ન મળવો જોઈએ.આંતરરાષ્ટ્રીય સરહદોને બળજબરીથી બદલાવી શકાય નહીં.તથા યુક્રેનને પોતાના ક્ષેત્રો અંગે નિર્ણય લેવા પુરતો હક હોવો જોઈએ.જ્યાં સુધી રશિયા હત્યા અટકાવી શાંતિ માટે તૈયાર ન થાય, ત્યાં સુધી દંડાત્મક અને આર્થિક દબાણ જળવાઈ રાખવું જોઈએ.


  • Follow us on: