ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરાર બાદ વિશ્વ શાંતિ પ્રેમીઓમાં દુનિયાને લઈને એક નવી આશા જાગી હતી પરંતુ હવે એ આશા પર પણ ઇઝરાયલી સેનાએ પાણી ફેરવી દીધું હોય કઈક એવું લાગી રહ્યું છે.


ઇઝરાયલ અને હમાસ વચ્ચે ફરીવાર અશાંતિ!

એક લાંબા સમય સુધી રાહ જોયા બાદ જે સમાચારની રાહ આખી દુનિયા જોઈ રહી હતી એ સમાચાર આખરે સામે આવતા વિશ્વ રાજકારણમાં પણ એક રાહત થઈ હતી અને આ સમાચાર હતા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારથી ગાઝામાં સ્થપાયેલી શાંતિ અંગેના. જો કે આ શાંતિને જાણે અશાંતિની નજર લાગી ગઈ હોય કઈક એવો ઘાટ ઘડાયો છે. કેમ કે મળતી માહિતી મુજબ ઇઝરાયલી સેનાએ ફરીવાર ગોળીબાર કર્યો છે.

ઇઝરાયલી સેનાનો ગોળીબાર

ઇઝરાયલ અને હમાસે વચ્ચે બંધકો અને કેદીઓની મુક્તિ સંધિ બાબતે કરાર થયા બાદ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાઈ હતી. વિશ્વ રાજકારણમાં આશા જાગી હતી કે યુએસ-મધ્યસ્થી કરાર બાદ પાછલા બે વર્ષથી ચાલતા આ ગ્રહ યુદ્ધનો આખરે અંત આવશે. એક એવું યુદ્ધ જેણે ગાઝાને કાટમાળનું સ્વરૂપ આપી દીધું છે, પરંતુ આ શાંતિ મંત્રણા બાદ કઈક એવું બન્યું કે ઇઝરાયલી સેનાને ગોળીબાર કરવાની ફરજ પડી.

ઇઝરાયલી સેનાનો ખુલાસો

ઇઝરાયલી સેનાએ ખુલાસો કરતા જણાવ્યું કે "શાંતિ મંત્રણા બાદ આજે વહેલી સવારે અમુક શંકાસ્પદ લોકો પીળી રેખા પાર કરીને ગાઝા તરફ આવતા નજરે પડ્યા હતા જે શાંતિ કાયદાનું ઉલ્લંઘન છે. ઇઝરાયલી સેનાએ બોર્ડર પાર કરીને આવનારા લોકોને ચેતવ્યા પણ હતા જો કે શંકાસ્પદોએ તેનું પાલન કર્યું ન હતું, ત્યારબાદ સૈનિકોએ ખતરાને દૂર કરવા માટે ગોળીબાર કર્યો હતો."


  • Follow us on: