અમેરિકામાં ફાયરિંગના કેસ અવારનવાર જોવા મળે છે. ખાસ કરીને ભારતીયોને ટાર્ગેટ કરાય છે. ત્યારે એક ભારતીય મૂળ રાકેશ અહાબાગન નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેઓ 51 વર્ષથી પિટ્સબર્ગમાં મોટલ ચલાવતા હતા. કયા કારણોસર ગોળી મારી તે વિશે વાત કરીએ વિગતવાર..
51 વર્ષથી અમેરિકામાં રહેતા બિઝનેસ મેનની હત્યા
રાકેશ મોટલનો માલિક હતો. તેણે મોટલની બહાર પાર્કિંગમાં કેટલાક લોકો વચ્ચે ઝઘડો થતા જોયો. જેથી તેઓ બહાર આવ્યા અને જે વ્યક્તિ ઝગડી રહ્યો હતો તેને પૂછ્યુ કે, મિત્ર તુ ઠીક છેને.. બસ આટલુ કહેતા જ તે વ્યક્તિએ ગોળી મારી દીધી.લોકલ મીડિયા અનુસારપોલીસે જણાવ્યું કે મોટલ મેનેડરને 37 વર્ષીય સ્ટેનલી યૂજીન વેસ્ટએ ગોળી મારી દીધી. આ પહેલા સ્ટેનલી એક મહિલા સાથે ઝઘડી રહ્યો હતો. લડાઇ જોઇને જ રાકેશ બહાર આવ્યા અને માહોલ શાંત કરવા માટે સ્ટેનલી પૂછ્યુ કે મિત્ર તમે ઠીક છોને.. બસ આટલુ કહેતા જ ગોળી મારી દેતા રાકેશનું મોત નીપજ્યુ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
મોટલ માલિક ઝઘડો થતા બહાર આવ્યો
પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ સ્ટેનલી પિટ્સબર્ગ મોટેલમાં એક મહિલા અને એક બાળક સાથે લગભગ બે અઠવાડિયાથી રહ્યો હતો. તેનું સરનામું પણ પિટ્સબર્ગના ઉત્તરીય ભાગમાં પેજ સ્ટ્રીટ પર સૂચિબદ્ધ છે. સ્ટેનલી દ્વારા મોટેલ પાર્કિંગમાં સાથી મહિલાને કથિત રીતે ગોળી મારી તે બાદ થોડા જ સમય પછી ગોળીબાર થયો હતો.
મહિલાને પણ મારી ગોળી
કેસની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર મહિલા બાળક સાથે બેઠી હતી ત્યારે હુમલાખોરે નજીક આવીને તેના ગળામાં ગોળી મારી દીધી.ઘાયલ મહિલા બપોરે 1 વાગ્યા (સ્થાનિક સમય) ની આસપાસ ડિક કર્નિક ટાયર એન્ડ ઓટો સર્વિસ સેન્ટર પહોંચવામાં સફળ રહી, જ્યાં પોલીસે તેને બચાવી લીધી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળની સીટ પર બેઠેલા બાળકને ઈજા થઈ નથી.
શું તમે ઠીક છો, મિત્ર?
ગોળીબારના સમય વિશે રાકેશ મોટેલની બહાર પહોંચ્યો અને સ્ટેનલીને બંદૂક સાથે ફરતો જોયો.તેઓ કંઇ સમજી ન શક્યા એટલે પૂછ્યુ કે શું તમે ઠીક છો, મિત્ર? સ્થાનિક મીડિયા દ્વારા ટાંકવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેનલી રાકેશથી થોડા પગલાં દૂર આવતાં જ તેણે બંદૂક ઉંચી કરી અને તેના માથામાં ગોળી મારી દીધી. રાકેશનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મોટેલ માલિકની હત્યા કર્યા પછી, સ્ટેનલી આકસ્મિક રીતે નજીકમાં પાર્ક કરેલી યુ-હોલ વાન પાસે ગયો અને ત્યાંથી ભાગી ગયો. જો કે પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કર્યુ, આરોપી સ્ટેનલી યુજેન વેસ્ટને ગોળી મારવામાં આવી. તેને હોસ્પિટલ લઇ જવાયો. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.