અધિકારીઓએ ફેલનની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન નૌસેના વિભાગ અને અમેરિકી નૌસેના બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. નિ "અમે સચિવ ફેલનની સેવાઓ માટે આભારી છીએ અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ."ઈરાન યુદ્ધના આ સમયગાળા વચ્ચે અમેરિકી નૌસેના સચિવ જોન સી. ફેલને ટ્રમ્પ વહીવટમાં પોતાના પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. સંરક્ષણ સચિવના જનસંપર્ક સહાયક સીન પાર્નેલે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. તેમના ગયા પછી, અન્ડર સેક્રેટરી હંગ કાઓ નૌસેનાના કાર્યકારી સચિવ તરીકેનો પદભાર સંભાળશે.
તણાવનો સામનો કરી રહ્યું છે અમેરિકા
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે અમેરિકા ઈરાન સાથેના વધતા તણાવનો સામનો કરી રહ્યું છે. ફેલન, જેમની નિમણૂકની પુષ્ટિ ગયા વર્ષે માર્ચમાં સેનેટ દ્વારા કરવામાં આવી હતી, તેઓ સંરક્ષણ સચિવ પીટ હેગસેથના નેતૃત્વ હેઠળ પેન્ટાગોનમાંથી ઉચ્ચ સ્તરીય રાજીનામા આપનારા અધિકારીઓની યાદીમાં નવા છે. તેમનું રાજીનામું ગયા મહિને આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જ અને અન્ય બે જનરલોને હટાવ્યા બાદ આવ્યું છે. આ પગલાઓએ સંરક્ષણ વિભાગની અંદર આંતરિક અશાંતિ અને આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયાને વેગ આપ્યો છે.













