વિદેશમાં ભારતીયો પર જાતિવાદી હિંસાના મામલાઓ વધી રહ્યા છે. હવે અમેરિકામાં હાઇપ્રોફાઇલ પદ પર કાર્યભાર સંભાળનાર ભારતીય મહિલાને જાતિવાદી હિંસાનો સામનો કરવો પડ્યો છે. આ મામલો ઓહાયો રાજ્યના 12મી સોલિસિટર જનરલના રુપમાં ભારતીય મૂળના મૈથુરા શ્રીધરન સાથે જોડાયેલો છે. તેમની નિયુક્તિ થતા જ ઓનલાઇન વિવાદ શરુ થયો હતો. આ વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે કેમ નોન-યૂએસ ઓરિજિન વ્યક્તિને આ પદ સોંપવામાં આવ્યુ છે. તેઓએ આ પદ માટે મૈથુરા શ્રીધરનને અયોગ્ય ઠેરવી છે.
સોશિયલ મીડિયા પર વિવાદ













