કુદરતી હોનારતો માત્ર વિનાશ જ નથી લાવતી, પરંતુ ક્યારેક એવી વાર્તાઓ પણ પાછળ છોડી જાય છે જે પથ્થર દિલના માણસને પણ રડાવી દે છે. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5 ની તીવ્રતાના જોરદાર ભૂકંપે 1400 થી વધુ લોકોના જીવ લીધા છે. આ મહાવિનાશ વચ્ચેથી માતૃત્વના સર્વોચ્ચ બલિદાનનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને આખી દુનિયા આ ભગ્ન હૃદય ધરાવતી માતાને સલામ કરી રહી છે. વેનેઝુએલાના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી હેક્ટર બેલોની પત્ની એન્ડ્રિયા બેલોએ ભૂકંપના સમયે પોતાની એક વર્ષની માસૂમ દીકરી અલાનાનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે.


જ્યારે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ

મળતી માહિતી મુજબ, વેનેઝુએલાની સેકન્ડ ડિવિઝન ફૂટબોલ ક્લબ 'માર્ટિમો ડી લા ગ્વાયરા' ના ડિફેન્ડર હેક્ટર બેલો જ્યારે મેચ અથવા ટ્રેનિંગના કારણે ઘરથી દૂર હતા, ત્યારે લા ગ્વાયરા શહેરમાં ભૂકંપના ઉપરાઉપરી બે ભયાનક આંચકા આવ્યા હતા. આ આંચકા એટલા ગંભીર હતા કે હેક્ટરનું એપાર્ટમેન્ટ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું હતું. બિલ્ડિંગની છત અને દીવાલો કડાકાભેર નીચે પડવા લાગી હતી. તે સમયે ઘરમાં હેક્ટરની પત્ની એન્ડ્રિયા અને તેમની 1 વર્ષની દીકરી અલાના હાજર હતા.

મોતના છેલ્લા શ્વાસ સુધી દીકરી માટે ઢાલ બની રહી માતા

જ્યારે બચાવ ટીમો (રેસ્ક્યુ ટીમ) એ કાટમાળ હટાવવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. એન્ડ્રિયા બેલોનો મૃતદેહ મલબાની નીચે દબાયેલો મળ્યો હતો. પરંતુ અદભુત વાત એ હતી કે એન્ડ્રિયાએ મરતા પહેલા પોતાની જાતને પોતાની દીકરી અલાના પર સંપૂર્ણપણે ઢાળી દીધી હતી. એન્ડ્રિયાએ છતનો આખો કાટમાળ પોતાની પીઠ પર ઝીલી લીધો, પરંતુ દીકરી પર એક આંચ પણ આવવા દીધી નહીં. આ આખી દુર્ઘટનામાં માસૂમ અલાનાનો જીવ ચમત્કારિક રીતે બચી ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યારે એન્ડ્રિયા શહીદ થઈ ગઈ છે.

'તું હંમેશા અમારી હીરો રહીશ' - ફૂટબોલરની ભાવુક પોસ્ટ

પોતાની પત્નીને ગુમાવ્યા બાદ ફૂટબોલર હેક્ટર બેલોએ સોશિયલ મીડિયા પર એક અત્યંત હૃદયદ્રાવક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું, "તું હંમેશા અમારી ફેવરિટ હીરો રહીશ, મમ્મી. હું મારી દીકરીને ચોક્કસ જણાવીશ કે તેની માતા કેટલી અદ્ભુત હતી અને તેણે પોતાની દીકરી માટે કેવી રીતે પોતાની જાન આપી દીધી. દીકરી હવે આપણી પાસે માત્ર તું અને હું જ છીએ, અને તારી મમ્મી સ્વર્ગમાંથી આપણી રક્ષા કરી રહી છે."

આ પણ વાંચો:વેનેઝુએલામાં 1430 લોકોના મોત અને 69,000 લાપતા, મલબામાં સ્વજનોને શોધી રહ્યાં છે લોકો

  • Follow us on: