ચીન અને તાઈવાન વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીનના 13 ફાઈટર જેટ અને 6 જહાજો તાઈવાનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આજે દાવો કર્યો છે. દાવા મુજબ, તેમાંથી આઠ ફાઈટર જેટ તાઈવાનની જળસંધિની મધ્ય રેખા પાર કરીને તાઈવાનના ઉત્તર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ હવાઈ સંરક્ષણ ક્ષેત્રો (ADIZ)માં ઘૂસણખોરી કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, અમારી સેના ચીનની તમામ ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહી છે.


ચીને બીજી વખત વધાર્યું તાઈવાનનું ટેન્શન

રવિવારે પણ ચીનના 16 ફાઈટર જેટ, 8 જહાજો અને એક સરકારી યુદ્ધ જહાજ સરહદ નજીક પહોંચી ગયા હોવાનો અને તેમાંથી 13 ફાઈટર જેટે તાઈવાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હોવાનો તાઈવાને દાવો કર્યો હતો. આમ ચીને સતત બીજી રાત્રે તાઈવાન પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

ચીન-તાઈવાન વિવાદ

ઉલ્લેખનીય છે કે, ચીન તાઈવાનને પોતાનો ‘વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર’ માને છે, એટલે કે ચીન તાઈવાનને પોતાના મુખ્ય ભૂમિનો જ એક ભાગ ગણે છે અને અલગ દેશ તરીકે માન્યતા આપતું નથી. આ દાવો હોવાથી ચીન તાઈવાનની આસપાસના વિસ્તારોમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ અને દેખરેખને સતત વધારી રહ્યું છે. ચીની સેના વારંવાર તાઈવાનની આસપાસ હવાઈ અને દરિયાઈ પેટ્રોલિંગ કરતું રહ્યું છે.


  • Follow us on: