પરંતુ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારને શું ત્યાંની સરકાર વળતર આપશે.?

46માંથી 45ના મોત

સાઉદી અરબમાં ભયાનક બસ અકસ્માત થયો હતો. ભારતીય ઉમરા યાત્રી બસમાં બેસીને મક્કાથી મદીના જઇ રહ્યા હતા. તે દરમિયાન બસ એક ટેન્કર સાથે અથડાઇ હતી. અને બસમાં આગ લાગી ગઇ હતી. બસમાં 46 ભારતીય સવાર હતા. જેમાંથી 45ના મોત થઇ ગયા હતા. અને માત્ર એક જ શખ્સ શોએબનો જીવ બચ્યો હતો. આ બસ અકસ્માતમાં શોએબના પરિવારજનોએ પણ જીવ ગુમાવ્યો હતો. મૃતકો હૈદરાબાદના હતા. હવે વળતર મામલે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વળતર માટે શું છે પ્રક્રિયા ?

સાઉદી અરબના રિયાદમાં સ્થિત ભારતીય દૂતાવાસ અનુસાર જો કોઇપણ શખ્સની મોત સાઉદીમાં થાય છે. તો તેને વળતર ત્યારે જ મળશે જ્યારે મૃતકના પરિવારજનો શરિયા કોર્ટમાં કેસ દાખલ કરશે. જો મોત, હત્યા, આગ, ફેક્ટ્રી દુર્ઘટના, રોડ અકસ્માતમાં થઇ છે તો મૃતકના પરિવારને વળતર મળવાની શક્યતા છે. જો કોઇ દુર્ઘટનામાં મોત થાય છે અને મૃતક કર્મચારી વીમામાં કવર હતો. તો GOSI મૃતકના પરિવારને વળતરને આપે છે. પરિવારે જાતે GOSI સાથે સંપર્ક સાધવાનો હોય છે. અને જો GOSI વીમો ન હતો. અને કંપનીની બેદરકારીના કારણે જો અકસ્માત થયો છે તો વળતર કંપની જ આપે છે.

કયા દસ્તાવેજોની જરુર પડે છે?

રોડ અકસ્માત દરમિયાન વળતર મેળવવા માટે લીગલ હેયરશિપ સર્ટિફિકેટ અંગ્રેજી અથવા અરબી ભાષામાં લખેલા જોઇશે. ભારતીય જિલ્લા અધિકારી, જેમકે તલાટી, કલેક્ટર, જજ તરફથી જાહેર કરવામાં આવે છે. નામ લખવામાં શોર્ટ ફોર્મ નહી પણ ફુલ ફોર્મ ઉપયોગી છે. તમામ લોકોમા સાઇન હોવા જરુરી છે. આ વળતર સાઉદીમાં રહેનાર ભારતીય દૂતાવાસના નામે કરવામાં આવે છે. 

  • Follow us on: